તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
સિધ્ધિ વિનાયક ધામ ખાતે વિવિધ સમાજના આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધો

રાજકોટઃ શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શક સમિતિની આગેવાની હેઠળ રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવમાં મહાઆરતીમાં માલધારી સમાજ, રબારી સમાજ, લુહાર સમાજ, કડીયા સમાજ, તુરી બારોટ સમાજ, દેવીપુજક સમાજ, વ્હીવંચા સમાજ, ચારણ સમાજ, કોંગ્રેસ, આપ પાર્ટી, શિવસેના, માલધારી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, ગોપાલક હોસ્ટેલના વિદ્યાર્થીઓ, કડીયા સમાજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ વોર્ડ નં. ૧૫ તથા ૧૬ ના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધો હતો. આવતીકાલે તા. ૨૩ બુધવારે શ્રી ગણપતિ મંગલ મહોત્સવમાં મેડીકલ કોલેજ એઈમ્સ કેમીસ્ટ એસોશીએશન, વેપારી એસોશીએશન, સીએ., યુનિ.ના કુલપતિઓ અને કર્મચારીઓ, પૂર્વ સીન્ડીકેટ સભ્ય, પૂર્વ કુલપતિઓ, મેડીકલ કોલેજની હોસ્ટલ, નર્સીંગ હોસ્ટેલ, યોગ બોર્ડ સહિતના મહાઆરતીનો લાભ લેશે. આ મહાઆરતીના ઈન્ચાર્જ તરીકે પૂર્વ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, પૂર્વ મંત્રી હરેશભાઈ કાનાણી, ભરતભાઈ શીંગાળા તેમજ ડો. ચેતનભાઈ લાલસેતા, આશિષ વ્યાસ અને સી.એ. અંકિત ચોટલીયા જવાબદારી સંભાળશે.
(3:39 PM IST)










