તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે જયને એલસીબી ઝોન-૧ ટીમે પકડયો
૧.૨૯ લાખનો દારૂ, ૮ લાખની કાર કબ્જેઃ હિતેષભાઇ પરમાર, નરેન્દ્રભાઇ ગઢવી, રવિરાજભાઇ પટગીર, નિખીલભાઇ પીરોજીયાની બાતમીથી પીએસઆઇ મોવલીયા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૨: શહેર એલસીબી ઝોન-૧ ટીમે રાજકોટ ભાવનગર હાઇવે પર માંડા ડુંગર નજીક રાધાકૃષ્ણ સર્વિસ સ્ટેશન સામે આરકે યુનિવર્સિટીના ગેઇટ નજીકથી એક રાજકોટના એક શખ્સને કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડી લીધો છે.
ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, નરેન્દ્રભાઇ ગઢવી, કોન્સ. રવિરાજભાઇ પટગીર, નિખીલભાઇ પીરોજીયાને બાતમી મળતાં ક્રેટા કાર જીજે૦૩એમઆર-૪૦૯૨ને આંતરી તલાસી લેતાં અંદરથી અલગઅ લગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ જય જગદીશભાઇ નૈયર (ઉ.વ.૨૭-રહે. ઠક્કરબાપા હરિજનવાસ-૨, માતૃછાયા) જણાવ્યું હતું.
પોલીસે કારમાંથી ૭૫૦ એમએલની રોયલ સ્ટેટની રૂા. ૧૮૦૦૦ની ૧૨ બોટલો, રોયલ ચેલેન્જની રૂા. ૧૧૭૦૦ની ૯ બોટલો તથા ઓલ સીઝનની રૂા. ૧૦૦૮૦૦ની ૭૨ બોટલો મળી આવતાં દારૂ અને ૮ લાખની કાર કબ્જે કરી જયની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા અને બાતમી મળી તે ટીમે આ કામગીરી કરી હતી. જય રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે તે આ દારૂ ક્યાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:16 PM IST)










