News of Thursday, 26th November 2026
‘દેખાતુ નથી' કહી વકિલ ઉમરભાઇ પર સ્કુટર ચાલક સહિત ત્રણ ધોકાથી તુટી પડયા
એકટીવા સહેજ અડી જવાના મુદે ઝઘડો થયા બાદ હુમલોઃ વિસેક દિવસ પહેલાની ઘટનામાં ભકિતનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા. ર૬: જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા અને વકીલાતની પ્રેકટીસ કરતા ઉમરભાઇ રહીમભાઇ સોરા (ઉ.વ. ૩૦) પર વાહન અથડાવા જેવી બાબતે એકટીવા ચાલક સહિત ત્રણ શખ્સોએ ગાળો દઇ, મારકુટ કરી, ધોકા વડે હુમલો કરી ઇજા કર્યાની ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ભકિતનગર પોલીસે આ મામલે ઉમરભાઇની ફરીયાદ પરથી એકટીવા ચાલક લાલો અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.
ઉમરભાઇએ ફરીયાદમાં જણાવ્યું કે, ગઇ તા. ૭ ના તે એકટીવા લઇને નંદા હોલ તરફ ખરીદી કરવા જઇ રહયા હતા ત્યારે તેની એકટીવાની આગળ એકટીવા પર જતા આરોપીએ અચાનક બ્રેક મારતા તેનું એકટીવા પાછળ સામાન્ય અડી ગયુ હતું. જેથી આરોપી નીચે ઉતરી ‘દેખાતુ નથી' કરી ઝઘડો કરી ગાળો આપવા લાગ્યો હતો. બન્ને વચ્ચે ઝપાઝપી થતા ત્યાં ઘસી આવેલા અન્ય બે આરોપીઓએ ધોકા વડે હુમલો કરી આઠ થી દસ ધા ઝીંકી દીધા બાદ ત્રણેય તેને મારકુટ કરવા લાગ્યા હતા. લોકો એકઠા થઇ જતા આરોપી ત્યાંથી જતા રહયા હતા હુમલામાં ઇજા થતા તેમણે હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યારબાદ આરોપીઓમાંથી એકટીવા ચાલકનું નામ લાલો હોવાનું જાણવા મળતા ત્રણેય સામે ફરીયાદ નોંધાવી હતી.
(4:21 PM IST)










