<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ભાજપ યોજીત ગણેશ મહોત્‍સવમાં રાત્રે હસાયરો : ઇનામ વિતરણ

રાજકોટ : રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે આયોજિત ભવ્‍ય ગણપતિ મંગલ મહોત્‍સવ - ‘સિદ્ધિવિનાયક ધામ' હવે ભક્‍તિ, સંસ્‍કળતિ અને આનંદની યાદગાર ક્ષણો સાથે વિસર્જનના પાવન પડાવ તરફ આગળ વધી રહ્યો છે. મહોત્‍સવના અંતિમ તબક્કામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં ખાસ આકર્ષણરૂપે આજે રાત્રે ૯ કલાકે ‘હસાયરો' યોજાશે.

આ ‘હસાયરો'માં જાણીતા હાસ્‍ય કલાકારો ગુણવંતભાઈ ચુડાસમા અને જીતુભાઈ દ્વારકાવાળા પોતાની આગવી હાસ્‍યશૈલી, સાહિત્‍યિક વાતો તથા દેશભક્‍તિની ભાવનાથી ભરપૂર રજૂઆત દ્વારા ઉપસ્‍થિતોને મંત્રમુગ્‍ધ કરશે. હાસ્‍ય સાથે સાહિત્‍ય અને રાષ્‍ટ્રપ્રેમનો સુંદર સમન્‍વય ધરાવતો આ કાર્યક્રમ શહેરીજનો માટે યાદગાર સાંજ બની રહેશે.

આજે સાંજે ૭:૩૦ કલાકે ગણપતિ મહોત્‍સવ દરમિયાન યોજાયેલી વિવિધ સ્‍પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ તથા સન્‍માન સમારોહ યોજાશે. મહોત્‍સવ દરમિયાન યોજાયેલી વિવિધ ધાર્મિક, સાંસ્‍કળતિક અને સર્જનાત્‍મક સ્‍પર્ધાઓમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લેનાર સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કરવામાં આવશે.

ભવ્‍ય ગણપતિ મંગલ મહોત્‍સવના સમાપન પ્રસંગે આવતીકાલે શ્રી ગણપતિ બાપ્‍પાની વિસર્જન યાત્રા યોજાશે.  દરમિયાન ગઇકાલે યોજાયેલી ‘લાડુ જમણ સ્‍પર્ધા - ઓપન સૌરાષ્‍ટ્ર ભાઈઓ-બહેનો માટે' પણ મહોત્‍સવનું વિશેષ આકર્ષણ બની રહી હતી. આ ઉપરાંત સમગ્ર મહોત્‍સવ દરમિયાન યોજાયેલા વિવિધ ભક્‍તિસભર, સાંસ્‍કળતિક, મનોરંજનાત્‍મક અને પ્રતિભા પ્રોત્‍સાહક કાર્યક્રમોને શહેરીજનોએ મન મૂકીને માણ્‍યા હતા.

શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે એ જણાવેલ કે ગણપતિ મહોત્‍સવ માત્ર ધાર્મિક ઉત્‍સવ નથી, પરંતુ શ્રદ્ધા, સંસ્‍કાર, સંસ્‍કળતિ અને સામૂહિક એકતાનું  મહાપર્વ છે. સિદ્ધિવિનાયક ધામ ખાતે છેલ્લા અનેક દિવસોથી રાજકોટવાસીઓએ જે ઉત્‍સાહ, શ્રદ્ધા અને આત્‍મીયતા સાથે બાપ્‍પાના દર્શનનો લાભ લીધો છે તે સમગ્ર આયોજનની સૌથી મોટી સફળતા છે.

 આજના ‘હસાયરો', ઇનામ વિતરણ તથા આવતીકાલની વિસર્જન યાત્રાના વિવિધ કાર્યક્રમોમાં રાજકોટના શહેરીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવું જાહેર નિમંત્રણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, વલ્લભભાઈ દૂધાત્રા, લલિત વાડોલિયા અને યોગેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા પાઠવવામાં આવ્‍યું છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, વલ્લભભાઈ દૂધાત્રા, લલિત વાડોલિયા અને યોગેન્‍દ્રસિંહ જાડેજાએ   ભવ્‍ય ધાર્મિક અને સાંસ્‍કળતિક મહોત્‍સવને સફળ બનાવવા માટે પાર્ટીના તમામ આગેવાનો, ગણપતિ મંગલ મહોત્‍સવની વિવિધ સમિતિઓના સદસ્‍યો, કાર્યકર્તાઓ, સહયોગીઓ તથા રાજકોટના શહેરીજનોએ આપેલા સહકાર અને ઉત્‍સાહ બદલ હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(3:49 PM IST)