તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
સ્વ. વિજયભાઇ રૂપાણી આજે પણ રાજકોટના લોકોના હૃદયમાં જીવંત છે : ડૉ. નેહલ શુકલ
વિજયભાઇની પ્રથમ પુણ્યતિથિએ ૭૧ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, જે માત્ર શ્રદ્ધાંજલી જ નહીં પરંતુ પર્યાવરણ જાગૃતિનો પણ એક મહત્વપૂર્ણ સંદેશ છે. : નીતિન ભારદ્વાજ

રાજકોટ : સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે રાજકોટ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત વળક્ષારોપણ કાર્યક્રમ યોજી તેમને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ તથા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ, વિજયભાઈના પરિવારજનો, મિત્રવર્તુળ, ડર્ટીડઝન ગ્રુપ તથા સમાજના વિવિધ આગેવાનોએ મળીને કુલ ૭૧ વળક્ષોનું વાવેતર કર્યું હતું તેમ યાદીમાં જણાવાયું છે.
આ પ્રસંગે મેયર ડૉ. નેહલભાઈ શુક્લે જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણી આજે પણ રાજકોટના લોકોના હૃદયમાં જીવંત છે. જાહેર જીવનમાં તેમણે કરેલા વિકાસકાર્યો અને લોકસેવાની ભાવના આજે પણ અનેક લોકોને પ્રેરણા આપે છે. વળક્ષારોપણ જેવી પ્રવળત્તિઓ દ્વારા તેમની સ્મળતિને જીવંત રાખવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે.
કાર્યક્રમ દરમિયાન ડર્ટી ડઝન ગ્રુપના પ્રતિનિધિ નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણીને પ્રકળતિ અને પર્યાવરણ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમની પ્રથમ પુણ્યતિથી પર ૭૧ વળક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જે માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ પર્યાવરણ જાગળતિનો પણ મહત્વપૂર્ણ સંદેશ છે.
ટ્રસ્ટ સાથે સંકળાયેલા આદિત્યભાઈ શાહે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના રામવન જેવા હરિત વિઝનમાંથી પ્રેરણા મેળવી આ અભિયાન હાથ ધરાયું છે. વળક્ષો માનવ જીવન માટે ઓક્સિજનનો મુખ્યસ્ત્રોત છે. વળક્ષારોપણ દ્વારા ‘ઓક્સિજન પોકેટ'નું નિર્માણ કરી શહેરને હરિયાળું અને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ લોકો વળક્ષો વાવે અને તેનું જતન કરે તે સમયની જરૂરિયાત છે.
સ્વ. વિજયભાઈ રૂપાણીના જીવનમૂલ્યો, લોકસેવા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને સમર્પિત આ વળક્ષારોપણ અભિયાન દ્વારા સમાજને હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય ઘડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ વળક્ષારોપણ કાર્યક્રમમાં શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, રાધિકાબેન રૂપાણી મિશ્રા, શ્રી ઋષભભાઈ રૂપાણી, શ્રીમતિ અદીતીબેન રૂપાણી, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર શ્રી નેહલભાઈ શુક્લ, શ્રી હરીશભાઈ શાહ, આદિત્યભાઈ શાહ, પૂર્વ સાંસદ શ્રી વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ ધારા સભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર શ્રી બીનાબેન આચાર્ય, શ્રી રક્ષાબેન બોળીયા, નયનાબેન પેઢડીયા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, મુકેશભાઈ મહેતા, શૈલેષભાઈ લોટીયા, નિલેશભાઈ શાહ, વંદનાબેન ભારદ્વાજ, કાંતાબેન કથીરિયા, જ્યોતિબેન મહેતા, ગેલાભાઈ રબારી, સોમાભાઈ ભાલિયા, મિલનભાઈ મીઠાણી, નરેન્દ્રસિંહ ઠાકુર, રસિકભાઈ પટેલ, એન.જી.પરમાર, હર્ષદભાઈ વઘેરા, હરેશભાઈ ચાંચીયા, જૈમિનભાઈ માવાણી, ભાવેનભાઈ ભટ્ટ, સાગરભાઈ પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(2:16 PM IST)










