<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

સ્‍વ. મધુબેન શુકલએ કાર્યકરોને ખૂબ માન આપેલઃ ભૂપેન્‍દ્રસિંહ

સંભારણા વાગોળી શ્રધ્‍ધાંજલી અર્પતા પૂર્વ મંત્રી

રાજકોટ, તા. ૩૦: ભાજપના પાયાના પથ્‍થર સમાન નેતા સ્‍વ. શ્રી ચીમનભાઇ શુકલના ધર્મપત્‍ની મધુબેન (ઉ.વ.૯ર) નું અવસાન થતા ભાજપના વરીષ્‍ઠ અગ્રણી અને રાજયના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ દુઃખની લાગણી વ્‍યકત કરી છે. તેમણે સ્‍વર્ગસ્‍થના સૂપૂત્ર કશ્‍યપ શુકલને ફોન કરી પરિવારજનોને સાંત્‍વના આપી હતી.

શ્રી ભૂપેન્‍દ્રસિંહે જણાવેલ કે હું ૧૯૮૦ ના દાયકામાં ભાજપ યુવા મોરચાનો પ્રદેશ પ્રમુખ હતો ત્‍યારે અવારનવાર રાજકોટ આવવાનું થતુ હતું. તેઓએ તે વખતમાં કાર્યકરો માટે ખૂબ લાગણી રાખી મહેમાનગતિ કરી હતી. તેમનું સેવામય જીવન પ્રેરણારૂપ હતું.

(3:28 PM IST)