તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ગયા વખતે પ૦ ટકા મતદાન થયું હતું, આ વખતે નિરસ માહોલ

રાજકોટ, તા., રપઃ મહાનગરપાલિકાની ગત ૨૦૨૧ ચૂંટણીમાં મતદારોનો પ્રતિસાદ મધ્યમ રહ્યો હતો. ૨૦૨૧ની ચૂંટણીમાં શહેરમાં કુલ અંદાજે ૫૦.૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં મતદાન ધીમું રહ્યું હતું, જ્યારે દિવસના અંતે મતદાનમાં થોડો વધારો નોંધાયો હતો.
શહેર વિસ્તારોમાં સામાન્ય રીતે મતદાન ટકાવારી ઓછી રહેવાની પરંપરા જોવા મળે છે, જે રાજકોટમાં પણ જોવા મળી હતી. ગત ચૂંટણીના આ આંકડા ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણીમાં મતદાન વધારવા માટે પ્રશાસન અને રાજકીય પક્ષો દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હવે નજર આવતીકાલે થનાર ચૂંટણી પર છે કે આ વખતે મતદાન ટકાવારીમાં વધારો થાય છે કે નહીં અને મતદારો કેટલો ઉત્સાહ દર્શાવે છે.
કયા વોર્ડમાં કેટલુ મતદાન થયું હતું
ગત ર૦ર૧ માં યોજાયેલ મનપાની ચુંટણીઓ વોર્ડવાઇઝની થયેલ મતદાન ના આંકડા નજરે કરીએ તો વોર્ડ નં. ૧ માં ૭ર૦૧પ પૈકી ૩રપ૧૪ મતદારોએ મતદાન કરતા ૪પ.૧૬ ટકા, વોર્ડ નં. ર માં પપ૧ર૯ પૈકી ર૭,૭પ૦ (૪૮.પ૪ ટકા), વોર્ડ નં. ૩ માં ૭૯૩૩૬ પૈકી ૪૦૧૧૭ (પ૦.પ૭ ટકા)વોર્ડ નં. ૪ મા પ૭,ર૭ર પૈકી ૩ર,૩૬પ (પ૬.૪૯) વોર્ડ નં. પ માં ૪૮,૯૦૮ પૈકી ર૬,૪૯પ (પ૪.૧૭ ટકા) વોર્ડ નં. ૧૭ માં ૬૦,૬૧૮ પૈકી ર૯,પપ૧ (૪૮.૭પ ટકા), વોર્ડ નં. ૯ માં ૩૯૦૩૯ પૈકી ૩૩,૪પ૮ (૪૯.૪૬ ટકા), વોર્ડ નં. ૧૦ માં પ૪પ૮૩ પૈકી ર૭,૩૧ર (પ૦.૪૧ ટકા), વોર્ડ નં. ૧૧ માં ૭૬૭૬૪ પૈકી ૩૭,૯૧૧ (૪૯.૪૬ ટકા), વોર્ડ નં. ૧ર માં પ૯,૦૩૧ પૈકી ૩૦,૬૮૭ (પ૧.૯૮ ટકા), વોર્ડ નં. ૧૩ માં પ૮,૪૪૦ પૈકી ર૯,૭૯૦ (પ૦.૯૮ ટકા) વોર્ડ નં. ૧૪ માં ૬૦,પ૮૧ પૈકી ર૯,રપ૧ (૪૮.ર૮ ટકા), વોર્ડ નં. ૧પ માં ૪૯,૪૭પ પૈકી ર૮,૭૮૩ (પ૮.૧૮ ટકા), વોર્ડ નં. ૧૬ માં પ૩,૦૪ર પૈકી રપ,૬૦૧ (૪૮.ર૭ ટકા), વોર્ડ નં. ૧૭ માં ૬૦,૪૮૯ પૈકી ૩૧,ર૮૬ (પ૧.૭ર ટકા), વોર્ડ નં. ૧૮ માં ૬૪,૭૬૬ પૈકી ૩૩,૦૬પ (પ૧.૦પ ટકા) સહિત કુલ ૧૦,૯૩,૯૯૧ પૈકી પ, પ૪,૧૪૮ મતદારો મતાધીકારનો ઉપયોગ કરતા પ૧.૭૧ ટકા મતદાન થયું હતું.
આવતીકાલ થનાર મતદાનના અત્યાર સુધીના દિવસોમાં રાજકીય પક્ષો સહિત લોકોમાં ચુંટણીનો માહોલ ઠંડો જોવા મળી રહયો છે. ત્યારે કાલે થનાર મતદાન ગત વર્ષ કરતા વધુ થશે કે નહિ લોકોમાં ભારે ઉત્કંઠા જાગી છે. એક વર્ગ પણ એવું જણાવી રહયો છે કે ગત ચુંટણી કરતા આ ચુંટણીની કામગીરીમાં અંદાજીત ૧ લાખ મતદારોનો ઘટાડો થતા આ ચુંટણીના મતદાનમાં વધારો થવાની શકયતા છે ત્યારે કોના તરફી મતદાન થશે તે તો ર૮ મીએ મતપેટી ખુલ્યા બાદ ફેંસલો થશે.
(3:28 PM IST)










