<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

રાજકોટ સહિત રાજયભરના લેન્‍ડ રેકર્ડ કર્મચારીઓની બેમુદતી હડતાલ સજ્જડ

બનીઃ હજારો અરજદારોને ધક્કા જમીન દફતર, માપણી, રિ-સર્વે સહિતની કામગીરી ઠપ્‍પઃ કલેકટરને ફરિયાદ

રાજકોટ, તા. ર૩: રાજકોટ સહિત રાજયભરની લેન્‍ડ રેકર્ડ કર્મચારીઓએ અનેક પડતર માંગણીઓ, પ્રશ્નોના નિકાલ માટે બેમુદતી હડતાલ શરૂ કરી દિધી છે, અને હડતાલ સજ્જડ રહેતા હજારો લોકોની જમીન દફતર અને જમીન માપણી સહિતની કામગીરી ઉપર સીધી અસર પડતા ભારે દેકારો મચી ગયો છે. આ બાબતે કલેકટર તથા એડી. કલેકટર તાકિદે યોગ્‍ય કરે તેવી માંગણી ઉઠી છે.

ગુજરાત રાજય લેન્‍ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળે સોમવારથી બેમુદતી હડતાલ શરૂ કરી છે. જેમાં સર્વેયરો પણ જોડાયા છે. પરિણામે શહેર-જીલ્લામાં જમીન માપણી,  રિ-સર્વે તથા વાંધાઓના નિકાલની કામગીરીનો સામનો કરવાનો વારો આવ્‍યો છે. આ બાબતે આજે ગાંધીનગરમાં મંત્રણાની શકયતા છે.

(4:00 PM IST)