<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

લાલપરી ડેમ ૮૦ ટકા ભરાયો: નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના

ડેમમાં હાલનું જળસ્તર ૧૩૬.૮૮ મીટર : ડેમમાં હાલ કુલ જળજથ્થો ૪.૧૩ ઘનમીટર : ડેમમાં નીરની આવક ૧૮૩ ક્યુસેક

રાજકોટ: વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ ૮૦ ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.
આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
ડેમની પૂર્ણ જળસપાટી ૧૩૭.૪૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૧૩૬.૮૮ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૪.૧૩ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક ૧૮૩ ક્યુસેક છે, અને જાવક ૦ છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે

(7:30 PM IST)