તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
શ્રેયાંશ સ્કૂલમાં લક્ષ્મીપૂજન, રંગોળી સ્પર્ધા

દિવાળીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે બજરંગવાડીની શ્રેયાંસ સ્કુલમાં લક્ષ્મીપૂજન, રંગોળી સ્પર્ધા તથા દીવા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ ે વિવિધ રંગો અને આકર્ષક ડિઝાઈનના માધ્યમથી પોતાની કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યનું અદભુત પ્રદર્શન કર્યું હતું. જ્યારે દીવા ડેકોરેશન સ્પર્ધામાં વિધાર્થીઓએ સાદા દીવાઓને વિવિઘ રંગો, મોતી, ચમકી, આભલા તથા આકર્ષક સુશોભન સામગ્રીથી સજાવીને પોતાની અનોખી સર્જનાત્મક્તાનો પરિચય આપ્યો હતો. લક્ષ્મીપૂજનમાં શાળાની વિધાર્થીનીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિધાર્થીઓની કળતિઓનું મૂલ્યાંકન કરી વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. વિજેતા વિઘાર્થીઓને શાળાના સંચાલક મંડળ તથા આચાર્યશ્રીના હસ્તે ઇનામ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, શ્રેયાંશ સ્કૂલ દ્વારા આયોજિત આ લક્ષ્મીપૂજન, રંગોળી અને દીવા ડેકોરેશન સ્પર્ધા આનંદમય, રંગીન અને યાદગાર બની રહી હતી.સમગ્ર કાર્યક્રમ માટેની જરૂરી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય શ્રી હેપીનભાઈ દવે અને વંશીતાબેન હિરાણી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
(2:50 PM IST)










