તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
કુવાડવા પોલીસે જામુન વોડકા-વ્હીસ્કીના ૭૨૦ ‘ચપલા' સાથે ભાવેશને પકડયો
આરટીઓ પાછળ રહેતા ડ્રાઇવરની કુલ ૩.૯૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડઃ ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષીની બાતમી

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર ચોકડી અને ગુંદાગામના પાટીયા વચ્ચેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસને ઝડપી લેવાયો છે. પોલીસે સ્વીફ્ટ કાર, વિદેશી દારૂના ૧૮૦ એમએલના કુલ ૭૨૦ ચપલા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩,૯૦,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કુવાડવા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષીને બાતમી મળતાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક નજીકથી એક સફેદ સ્વીફટ કાર જીજે૦૩એમઇ-૧૨૧૬ આંતરી લેવાઇ હતી. આ કારની તલાશી લેતાં અંદરથી વીન્ટેજ જામુન વોડકા, ટીએમ સ્પેશીયલ વ્હીસ્કીના ૧૮૦ એમએલના કુલ ૭૨૦ ચપલા રૂા. ૮૭૬૦૦ના મળી આવતાં તે તથા ૩ લાખની કાર, ૫ હજારનો મોબાઇલ ફોન કબ્જે કરી કાર ચાલકને સકંજામાં લીધો હતો.
પુછતાછમાં કારચાલકે પોતાનું નામ ભાવેશ મગનભાઇ મકવાણા (ઉ.વ.૩૧, રહે. આરટીઓ પાછળ માલધારી સોસાયટી-૭) જણાવ્યું હતું. છુટક ડ્રાઇવીંગ કામ કરતો આ શખ્સ દારૂ ક્યાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.
પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એ. એ. બ્લોચ, એએસઆઇ કે. વી. જાડેજા, એ.એસ.આઈ. કે.વી.જાડેજા, પો.હેડ કોન્સ. અજીતભાઈ ભાનુભાઈ લોખીલ, હિતેશભાઈ જસમતભાઈ માલકીયા, મહેશભાઈ કાનાભાઈ આંબલા, તેમજ પો.કોન્સ. જયદીપભાઈ ધોળકીયા, ભાવેશભાઈ મકવાણા, જયપાલભાઈ બોરાણીયા, કુશલભાઈ જોષી, મેહુલસિંહ, યશપાલસિંહ, અરવિંદસિંહ, પિન્ટુભાઈ સહિતે આ કામગીરી કરી હતી.
(3:35 PM IST)










