તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સોમવારે ક્ષત્રિય ગિરાસદાર મહિલાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે
બાલભવનના ગ્રાઉન્ડમાં શ્રી રુદ્રશક્તિ ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા નિઃશુલ્ક રાસોત્સવ : બે હજારથી વધુ બહેનો પરંપરાગત રાસ-ગરબાની જમાવટ કરશે, ચાર ગ્રુપમાં કુલ ૪૦ ઇનામો અપાશે

રાજકોટ : શ્રી રુદ્રશક્તિ ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન-રાજકોટ દ્વારા ક્ષત્રિય ગિરાસદાર મહિલાઓ માટે આગામી તા. ૨૬મી સોમવારે રાસોત્સવનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. બાલભવન ખાતેના ગ્રાઉન્ડમાં સાંજે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી યોજાનારા આ રાસોત્સવમાં બે હજારથી વધુ બહેનો ઉત્સાહભેર ભાગ લઈ અવનવા રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
રાસોત્સવનો પ્રારંભ સાંજે ૬ વાગ્યાથી થશે, જ્યારે રાત્રે ૮ વાગ્યે માતાજીની આરતી કરવામાં આવશે. આરતી બાદ ક્ષત્રિય ગિરાસદાર મહિલાઓ દ્વારા પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. બહેનોના ઉત્સાહ અને ઉમંગ વચ્ચે વિવિધ ગ્રુપ દ્વારા રાસ-ગરબાની સુંદર રજૂઆતો કરવામાં આવશે. દરેક ગ્રુપમાં ૧૦ ઇનામો આપવામાં આવશે, આમ કુલ ચાર ગ્રુપમાં મળીને ૪૦ ઇનામો વિજેતાઓને એનાયત કરાશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવશે.
ગીતાબા જયરાજસિંહ જાડેજા (ધારાસભ્ય)ના હસ્તે રાસોત્સવનું ઉદ્દઘાટન થશે. વાંકાનેર રાજવી પરિવાર અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
શ્રી રુદ્રશક્તિ ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન-રાજકોટ છેલ્લા ૨૫થી ૩૦ વર્ષથી મહિલાઓના ઉત્કર્ષ અને સેવાકીય પ્રવળત્તિઓ માટે કાર્યરત છે. મહિલા સંચાલિત આ સંસ્થામાં ૧૫૦થી વધુ સભ્યો જોડાયેલા છે.
સંસ્થા દ્વારા મહિલાઓ સ્વાવલંબી અને આત્મનિર્ભર બને તેવા હેતુથી વિવિધ પ્રવળત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં બહેનોને સીવણકામના વર્ગો, હેન્ડવર્ક તથા ગળહઉદ્યોગને લગતી પ્રવળત્તિઓ દ્વારા કૌશલ્યવિકાસની તક પૂરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત તહેવારો દરમિયાન સંસ્થા દ્વારા નો-પ્રોફિટ, નો-લોસના ધોરણે ફરસાણનું વિતરણ પણ કરવામાં આવે છે. બહેનો વચ્ચે સામાજિક એકતા, સંવાદિતા અને સ્નેહભાવ વધે તે માટે દર વર્ષે સ્નેહમિલન તથા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ રીતે સંસ્થા સેવાકીય પ્રવળત્તિઓની સાથે મહિલાઓને એક મંચ પર લાવી સામાજિક અને સાંસ્કળતિક પરંપરાઓને જીવંત રાખવાનું કાર્ય પણ કરી રહી હોવાનું જણાવાયું છે.
આગામી ૨૬મીએ યોજાનારો રાસોત્સવ પણ આ જ પરંપરાને આગળ ધપાવશે. મોટી સંખ્યામાં ક્ષત્રિય ગિરાસદાર મહિલાઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાનારા આ કાર્યક્રમમાં રાસ-ગરબાની સાથે બહેનોના સંગઠન, સંસ્કળતિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળશે.
તસ્વીરમાં શ્રીમતી માયાબા જાડેજા (પ્રમુખ - મો. ૯૭રરર૦૩૦૩૩), શ્રીમતી ભાર્ગવીબા ગોહિલ, શ્રીમતી નયનાબા જાડેજા, બાશ્રી સુલેખાબા જાડેજા, બાશ્રી રમણિકબા વાળા, શ્રીમતી ભાવનાબા વાઘેલા અને શ્રીમતી ધર્મિષ્ઠાબા જાડેજા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:08 PM IST)










