તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
સંસ્કૃતિ, વારસો અને પરંપરાની વાર્તા ‘કૃષ્ણાવતારમ'
થિયેટરને મંદિર બનાવતી અલૌકિક ફિલ્મ : રાસલીલાથી માંડીને દ્વારકા સુધીની સફરઃ થીયેટરોમાં ધૂમ મચાવી રહી છે ફિલ્મ *ફિલ્મ માટે વિસનગર પાસેનાં બામણ ગામમાં સાડા સાત એકરનો ભવ્ય સેટ બનાવેલો * ફિલ્મથી મારી અલગ ઓળખ બનીઃ સંસ્કૃતિ પટેલ *આ ફિલ્મથી મારૂ જીવન બદલાઈ ગયું: સિધ્ધાર્થ ગુપ્તા

રાજકોટ,તા.૨૧: ‘‘કૃષ્ણાવતારમ પાર્ટ-૧ ધ હાર્ટ (હૃદયમ) એ ૭મે ૨૦૨૬માં રીલીઝ થયેલી એક ભવ્ય હિન્દી પૌરાણિક ફિલ્મ છે. જે હાલ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની આધ્યાત્મિક ફિલસૂફીને એક તદન નવા પરિપ્રેક્ષ્યથી રજુ કરે છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવના૨ અને સત્યભામાનું પાત્ર નિભાવનાર સંસ્કૃતિ પટેલ કે જેઓ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલનાં દોહિત્રી છે અને અનારબેન પટેલના પુત્રી છે. તેમણે ફિલ્મમાં ડેબ્યુ કર્યુ છે. તેમની સાથે કૃષ્ણની ભૂમિકા ભજવનાર સિધ્ધાર્થ ગુપ્તા તેમજ ડિરેક્ટર હાર્દિક ગજ્જર અને પ્રોડયુસર સજ્જન રાજકુરૂપ અકિલાના આંગણે મહેમાન બન્યા હતા. અને ફિલ્મ વિશે વિગતે ચર્ચા કરી હતી.
ફિલ્મના પ્રોડયુસર સજ્જન રાજકુરૂપે જણાવ્યું હતું કે કૃષ્ણાવતારમ ફિલ્મ એ મનથી અમારી સેવા છે. જે બધાને સમર્પિત છે. કૃષ્ણ એ માત્ર ભગવાન નહીં આપણા દેશમાં એક ભાવના છે. દ્વારકાના કૃષ્ણ, કેરેલાનાં કૃષ્ણ, ઓડિસાના કૃષ્ણ બધા એક જ છે. આ ફિલ્મનો ભાગ પાર્ટ-૧ હૃદયમ રખાયો છે. કારણ બિનશરતી પ્રેમ પર આ આધારીત છે. વિશ્વભરમાં ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. કૃષ્ણાવતારનાં પાત્રો પણ લોકોને ખુબ ગમી રહ્યા છે. ફિલ્મ માટે સાડા સાત એકરનો સેટ વિસનગર પાસેનાં બામણવા ગામમાં બનાવેલો છે. જ્યાં આખી દ્વારકા નગરી બનાવી છે. ફિલ્મમાં વીએફએક્સનો પણ સુંદર પ્રયોગ કરાયો છે. ફિલ્મ મુંબઈ ફિલ્મ સીટી, નાયેગાંવ સહિત વિવિધ લોકેશન પર શૂટ થયું છે.
અભિનેત્રી સંસ્કૃતિ પટેલે જણાવ્યું હતું કે ફિલ્મમાં આખું દ્વારકા બનાવેલું છે. જોકે દ્વારકામાં હોય તેવો સેટ બનાવેલો છે. વૃંદાવનનું સેટઅપ મુંબઈમાં કરેલું. આ સત્યભામાનાં રોલે મને પસંદ કરી છે તે મારા અહોભાગ્ય છે. આપણા ઈતિહાસમાં તેમનો મોટો રોલ છે. લોકો તેમનાં વિશે અજાણ છે. સત્યભામાં વિશે મેં વાંચ્યું જોકે અમારી ફિલ્મની સ્ક્રીપ્ટ પણ ઘણું સમજાવી ગઈ. મારી મુખ્ય તૈયારી એ હતી કારણ સત્યભામાની લાઈક શરૂ અને અંત ભગવાન શ્રી કૃષ્ણ સાથે થાય છે.
સંસ્કૃતિ પટેલ કહે છે, ફિલ્મનાં સેટથી લઇ એક ડેબ્યુ કલાકાર તરીકે અદ્ભૂત અનુભવ હતો જે મળવો ખુબ મુશ્કેલ છે. આ ફિલ્મમાં ડાન્સ કર્યો છે, એક્શન કર્યુ છે તો પહેલીવારમાં આટલું સક્ષત પત્ર ભજવવા મળે તે મારા માટે એક ગર્વની વાત છે.
સંસ્કૃતિ પટેલે લંડન અને ન્યુયોર્કની એક્ટીંગ સ્કૂલમાંથી અભિનયની તાલીમ મેળવી છે. તેઓ કહે છે, હું ૧૬ વર્ષની હતી ત્યારથી વ્યવસાય સાથે સંકળાયેલી છું.
હું એક એવા પરિવારમાંથી આવું છું જેમાં બધાએ પોતપોતાના ફિલ્ડમાં સારું કામ કર્યુ છે. એટલે મારી ઈચ્છા હતી કે હું મારી ઓળખ બનાવી શકું. મારૂ બાળપણ સેવા સમર્પિત રહ્યું છે. લોકોના જીવનને ઓળખ્યા છે. સ્ટોરી ટેલીંગથી લોકોની જર્ની જણાવી તેનાથી કનેક્ટ થવું મને ખુબ ગમતું પેલા પોએટ્ટી લખતી પછી કેમેરાની સામે રહેવા મળ્યું.
કૃષ્ણનું પાત્ર ભજવનાર અભિનેતા સિધ્ધાર્થ ગુપ્તાએ જણાવ્યું હતું કે જ્યારે મને આ પાત્ર મળ્યું ત્યારે કૃષ્ણ ભગવાનની એટલો નજીક હું નહોતો પણ આજે આ પાત્ર ભજવ્યા પછી પહેલાનાં સિધ્ધાર્થ અને હાલનાં સિધ્ધાર્થમાં ખુબ તફાવત આવ્યો છે. આ પાત્ર ભજવ્યા પછી મારા જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા. જેનાથી આજે હું ખુબ ખુશ છું. ભગવાન શ્રી કૃષ્ણથી પરિચીત હતો પણ તેમના ઉપર બનેલા કોઈ શો મેં નથી જોયા આ પહેલા મ્યુઝિક વિડીયો કર્યા છે. આ ફિલ્મથી મારૂ જીવન બદલાઈ ગયું.
ફિલ્મનાં ડાયરેક્ટર હાર્દિક ગજ્જરે જણાવ્યું હતું કે ફિલ્મમાં સત્યભામાંનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ અદ્ભૂત રીતે દર્શાવાયો છે. ઘણી એવી વાર્તાઓ જે આવી નથી તેને આ કૃષ્ણાવતારમ ફિલ્મમાં દર્શાવાઈ છે. ફિલ્મમાં સંગીત પ્રસાદ શાસ્ત્રીનું છે. દ્વારકાધીશ પર ફિલ્મો બની નથી. આ સ્વયં ભગવાનની વાત છે. દ્વારકાનાં શંકારાચાર્યજીએ તો કહેલું કે યે એક સનાતન આંદોલન હૈ. ઈસકો હમે આંદોલન બનાના હૈ. આ કૃષ્ણાવતારમ ફિલ્મ સંસ્કૃતિ વારસા અને પરંપરાની વાર્તા છે. જે આગળની પેઢીયે ફોલો કરવું જોઈએ. સાથે મનોરંજક ફિલ્મ પણ છે. લોકોએ કૃષ્ણાવતારમ ફિલ્મ પાર્ટ-૧ હૃદયમ એકવાર અચૂક જોવા જેવી છે. આગામી સમયમાં કૃષ્ણાવતારમ પાર્ટ-૨ પણ આવશે. અકિલા ખાતે સંસ્કૃતિ પટેલ, સિધ્ધાર્થ ગુપ્તા, હાર્દિક ગજ્જર અને સજ્જન રાજ કુરૂપ સહિત ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.
ફિલ્મની મુખ્ય વિશેષતાઓ અને વિગતો
કૃષ્ણાવતારમ પાર્ટ ૧: ધ હાર્ટ (હૃદયમ) એ ૨૦૨૬માં રિલીઝ થયેલી એક ભવ્ય હિન્દી પૌરાણિક (Devotional Drama) ફિલ્મ છે. આ ફિલ્મ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને તેમની આધ્યાત્મિક ફિલસૂફીને એક તદ્દન નવા પરિપ્રેક્ષ્યથી રજૂ કરે છે. તે એક ટ્રિલોજી (ત્રણ ભાગની શ્રેણી) નો પ્રથમ ભાગ છે.
આ ફિલ્મ વિશેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
વિગત માહિતી
રિલીઝ ડેટ ૭ મે ૨૦૨૬
દિગ્દર્શક (Director) હાર્દિક ગજ્જર
મુખ્ય કલાકારો સિદ્ધાર્થ ગુપ્તા (શ્રીકૃષ્ણ), સંસ્કૃતિ જયાના (સત્યભામા), સુસ્મિતા ભટ્ટ (રાધા), નિવાશિની કૃષ્ણન (રૂક્ષ્મણી) અને જેકી શ્રોફ (ગોપાલદાસ ગુરુજી)
લેખક હાર્દિક ગજ્જર, પ્રકાશ કાપડિયા અને રામ મોરી
સંગીત પ્રસાદ એસ. (ગીતો ઇર્શાદ કામિલ દ્વારા લિખિત)
ભાષાઓ હિન્દી (મુખ્ય), તમિલ અને તેલુગુ
ફિલ્મની વાર્તા અને વિષયવસ્તુ
આ ફિલ્મ જાણીતા ગુજરાતી લેખક રામ મોરીની ૨૦૨૫ની નવલકથા ‘સત્યભામા' પર આધારિત છે. ફિલ્મની ખાસિયત એ છે કે તે ભગવાન શ્રીકૃષ્ણના જીવનને સત્યભામાના દ્રષ્ટિકોણથી અને પ્રેમની ફિલસૂફી સાથે દર્શાવે છે.
વાર્તાનો પ્રવાહઃ ફિલ્મની શરૂઆત ભગવાન કૃષ્ણના દેહત્યાગ (ભાલકા તીર્થ) અને આધુનિક સમયના જગન્નાથપુરીથી થાય છે, જ્યાં જેકી શ્રોફ એક પ્રવચન આપી રહ્યા છે. ત્યાંથી વાર્તા ફલેશબેકમાં શ્રીકૃષ્ણના વૃંદાવનથી દ્વારકા અને કુરુક્ષેત્ર સુધીના પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પ્રેમ અને કર્તવ્યનો સમન્વયઃ રાધા સાથેના વિરહ બાદ, દ્વારકામાં રૂક્ષ્મણી અને સત્યભામા સાથેના તેમના સંબંધો, નરકાસુરનો વધ (જેમાં સત્યભામાની મુખ્ય ભૂમિકા છે) અને ૧૬,૧૦૮ રાજકુમારીઓને મુક્ત કરાવી તેમની સાથે લગ્ન કરવા પાછળનો સામાજિક અને નૈતિક દ્રષ્ટિકોણ ખૂબ જ સુંદર રીતે વણી લેવાયો છે.
નવો અભિગમઃ ફિલ્મમાં ષી સશક્તિકરણ અને પિતૃસત્તાક માનસિકતા સામે શ્રીકૃષ્ણના વિચારોને આજના જમાના સાથે સુસંગત રાખીને રજૂ કરવામાં આવ્યા છે.
કૃષ્ણાવતારમ પાર્ટ-૧: ધ હાર્ટ (હૃદયમ) દ્વારા પ્રેક્ષકો માટે પુરૂષોત્તમ માસની વિશેષ ઓફર
આ ઓફરનો લાભ લેવા વિશેષ કોડ ‘‘ક્રિષ્ના-૧૦૮''નો ઉપયોગ કરવો
હાલ સિનેમાઘરોમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવન અને તેમની આધ્યાત્મિક ફિલસુફીને એક તદ્ન નવા પરિપ્રેક્ષ્યથી રજુ કરનાર ‘‘કૃષ્ણાવતારમ પાર્ટ-૧: ધ હાર્ટ'' ફિલ્મનાં કલાકારો તેમજ પ્રોડયુસર અને ડિરેક્ટર આજે અકિલનાં આંગણે મહેમાન બન્યા હતા. તેમણે જણાવ્યું કે, હાલ પુરૂષોત્તમ માસ (અધીકમાસ) ચાલી રહ્યો છે. તો લોકો માટે એક વિશેષ ઓફર લઈ અમે આવ્યા છીએ. જેમાં ‘અધિકમાસ ઓફર'માં ‘ગોકુલ પરિવાર ઓફર' રખાઈ છે. જેમાં ફિલ્મની ચાર ટીકીટ ખરીદનારને બે ટીકિટ મફત અપાશે. જ્યારે ‘દ્વારકા મહોત્સવ ઓફર' અંતર્ગત મંડળ ઓફર રઆઈ છે.
જેમાં ૧૦ ટીકિટની ખરીદી પર પાંચ ટીકિટ ફ્રિ અપાશે. જેનો અચૂક લાભ લેવા જેવો છે.
(3:32 PM IST)










