તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
માધાપર ચોકડીએ માલવાહકમાં ૧ાા લાખના વિદેશી દારૂના ‘ચપલા' સાથે ‘ક્રિશ' પકડાયો
પીસીબીની ટીમે ૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોઃ એએસઆઇ સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમારની બાતમી

જંકશન પ્લોટના દિનેશ નિચાણીએ દારૂ ભરી આપતાં તેની શોધખોળ
રાજકોટ તા. ૨૪: શહેર પોલીસે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી છે. રવિવારે મનપાની ચુંટણી હોઇ પોલીસ સતત દારૂ-જૂગારના કેસ શોધી રહી છે. આ દરમિયાન માધાપર ચોકડી પાસેથી રૈયા રોડ જીવનનગરના શખ્સને રૂા. ૧,૫૧,૪૮૮ની કિંમતા વિદેશી દારૂના ૫૭૬ ‘ચપલા' ભરેલા સુપર કેરી માલવાહક વાહન સાથે પીસીબીની ટીમે પકડી લીધો છે. જંકશન પ્લોટના શખ્સે આ દારૂ ભરી આપ્યો હતો.
પીસીબીની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, દેવરાજભાઇ કળોતરા અને હિરેન્દ્રસિંહ પરમારને સંયુક્ત બાતમી મળી હતી કે માધાપર ચોકડી બ્રીજ નીચેથી એક માલવાહક વાહનમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી સુપર કેરી માલવાહક વાહનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથેક્રિશ કિશોરભાઇ ભાલારા (ઉ.વ. ૨૧, રહે. જીવનનગર શેરી નં. ૨, રૈયા રોડ બ્રહ્મ સમાજ ચોક પાસે)ની ધરપકડ કરી હતી.
પોલીસે વાહનના ઠાઠામાં તપાસ કરતા ગ્રીન લેબલ બ્લેનડેડ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૨૮૮ ચપલા કિ.રૂા. ૭૫,૪૫૬ના, ૮ પીએમ સ્પેશિયલ રેર વ્હીસ્કીના ૨૮૮ ચપલા કિમત રૂા. ૭૬,૦૩૨ના મળી આવ્યા હતાં. તે તથા ૨,૫૦,૦૦૦નું વાહન મળી પણ કબ્જે કરાયા હતાં. પુછતાછમાં ક્રિશે કબુલ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને જંકશન પ્લોટ ઝુલેલાલ મંદિર પાસે રહેતાં દિનેશ નીચાણીએ ભરી આપ્યો હતો. પોલીસ હવે દિનેશને શોધી રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીકની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએઅસાઇ પી. બી. ત્રાજીયા, ે આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઈ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રા. હેડકોન્સ. જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.
(2:50 PM IST)










