<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

કોઠારીયા રોડ કા રાજાઃ ચીંતામણી મૂર્તિની સ્‍થાપના કરાશે

ડિજીટલ લાઈટીંગ શોઃ મહાઆરતી બાદ વંદેમાતરમ્‌ ગીત રજૂ થશે

 

 

રાજકોટઃ આ વખતે ૨૦માં વર્ષે કાઠિયાવાડ યુથ ફાઉન્‍ડેશન દ્વારા શ્રીગણેશ મહોત્‍સવનું આયોજન ‘કોઠારિયા રોડ કા રાજા' કરવામાં આવી રહ્યું છે. ગણોના અધિપતિ દેવ એવા શ્રીગણેશ ભગવાનની મુર્તિ સ્‍થાપન મહોત્‍સવ વૈદિક મંત્રોચ્‍ચાર દ્વારા પૂજા કરી, શ્રી ચિંતામણી મુર્તિની સ્‍થાપના કરાશે. આ સાથે ૧૨ દિવસનું ભવ્‍ય, દિવ્‍ય મહાઆરતી સાથે ડીજે તથા લાઈટીંગ શો જોવા મળશે. મૂર્તિ વિસર્જન તા.૨૫ના રોજ કરવામાં આવશે.

દરરોજ મહાઆરતી બાદ વંદેમાતરમ્‌ ગીત રજૂ કરવામાં આવશે. ભારત માતાનું પૂજન થશે.

ગયા વર્ષે ‘કોઠારિયા રોડ કા રાજા' શ્રી ગણેશ મહોત્‍સવ શ્રી દૂંદાળા દેવ ગણેશ ભગવાન ઉંદર સાથે બિરાજમાન હતા. જેમાં જંગલની થીમ પર આબેહુબ જંગલ બનાવેલ સાથે લાઈટીંગ શો થી રાજકોટની જનતાને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

 આ વખતે એજ રીતે શ્રી ચિંતામણી ગણેશ ભગવાનની મૂર્તિ સાથે ભવ્‍ય મંડપડોમ, ડીજીટલ લાઈટીંગ શો તથા ડીજે સાથે રોજ દિવ્‍ય મહાઆરતીનું સાંજે ૭:૧૫ કલાકે આયોજન કરેલ છે. સ્‍થળઃકોઠારીયા રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍વીમીંગ પુલ પાસે, રાજકોટ.

ધર્મપ્રેમીજનોએ લાભ લેવા હિરેન ગોસ્‍વામી, જેનીલ ડોબરીયા, ઘનશ્‍યામ વાઢેર, કિશન પારેખ દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)(

(2:29 PM IST)