<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

વેલનાથપરામાં ભાઇના ઝઘડામાં વેચ્‍ચે પડેલી કોમલબેનને મારકુટ

પાડોશી જેન્‍તી, ભુદા, ભનુ, અજય સહિતનાએ ઢીકાપાટુનો માર મારી માથે ઇંટ પણ ફટકારી

રાજકોટ તા. ૧: મોરબી રોડ પર વેલનાથ પરામાં રહેતી પરિણીતાના પાડોશમાં જ રહેતાં ભાઇ પર રાતે જુના મનદુઃખને લીધે પાડોશી શખ્‍સોએ હુમલો કરી મારકુટ કરતાં તેણી વચ્‍ચે પડતાં તેને પણ માથામાં ઇંટ ફટકારી દેવામાં આવતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

જાણવા મળ્‍યા મુજબ વેલનાથપરામાં રહેતી કોમલબેન સંજય વાઘેલા (ઉ.વ.૨૩)ને ઘર પાસે હતી ત્‍યારે જેન્‍તી, ભુદા, ભનુ સોમા, અજય જેન્‍તી સહિતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ઇંટ ફટકારી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. કોમલબેને કહ્યું હતું કે તેના ભાઇ મનોજ અશોકભાઇ મોજપરા સાથે અગાઉની માથાકુટને કારણે જેન્‍તી સહિતના મારામારી કરતાં હોઇ પોતે વચ્‍ચે પડતાં પોતાને પણ માર મારી ઇંટ ફટકારી દેવાઇ હતી.

(2:31 PM IST)