તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
શુક્રવારે વિરાણીના મેદાનમાં કોળી સમાજના રાસોત્સવ
કોળી સેના રાજકોટ જિલ્લા અને શ્રી ચામુંડાધામ ટ્રસ્ટ દ્વારા એક દિવસીય રાસગરબા મહોત્સવ

રાજકોટઃ તા.૨૩ને શુક્રવાર સાંજે ૦૬:૩૦ વાગ્યાથી કોળીસેના ગુજરાત દ્વારા વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, ટાગોર રોડ ખાતે માત્ર કોળી સમાજ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેના પાસની કિંમત રૂા.૧૫૦ રાખેલ છે. પાસ માટે સંપર્ક કોળી સેના રાજકોટ જીલ્લા કાર્યાલય ૧૧, મનહર પ્લોટ, મંગળા મેઇન રોડ, રાજકોટ (મો. ૯૦૨૩૬ ૯૯૭૫૫, ૬૩૫૩૬ ૮૮૮૧૮, ૯૦૯૯૦ ૯૮૭૪૬) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
છેલ્લા ૧૩ વર્ષથી આયોજીત આ રાસોત્સવનું દિપ પ્રાગટય સંત શ્રી અમરગીરી બાપુ, મહંતશ્રી ધીરજગીરી હેંમતગીરી ગોસાઇ-ચોટીલા, મહંતશ્રી વસંતગીરી ધીરજગીરી ગોસાઇ- ચોટીલા, મહંતશ્રી ભગવાનગીરી દોલતગીરી ગોસાઇ-ચોટીલા, આર્યન ભગત-ગઢપુર ધામ, મુખ્ય અતીથી વિશેષ તરીકે ઉપસ્થિતી મંત્રી પરસોતમભાઇ ઓ.સોલંકી ગુજરાત રાજ્ય, (સ્થાપક-કોળી સેનાગુજરાત), કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ પરષોતમભાઇ રૂપાલા, પૂર્વ રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ધારાસભ્ય શામજીભાઇ ચોૈહાણ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ભુપતભાઇ ડાભી સ્થાપક શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત, પુર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, યુવા પ્રમુખ દિવ્યેશભાઇ પી. સોલંકી-કોળી સેના ગુજરાત રાજ્ય, દીપાબેન એમ બાંભણીયા કોળી સેના ગીર સોમનાથ જીલ્લા, સમસ્ત કોળી સમાજના કોર્પોરેટરો વિ. ઉપસ્થિત રહેશે.
આઠ હજાર ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે. વિજેતાં ખેલૈયાઓને ઇનામો આપવામાં આવશે.
આ આયોજનને સફળ બનાવવા આયોજક પ્રમુખ અજયભાઇ ડાભી-કોળી સેના રાજકોટ જીલ્લા, રાજુભાઇ મોકરીયા, મોહિતભાઇ બાબરિયા, ધવલભાઇ કુકડિયા, પ્રગ્નેશભાઇ ગોહિલ, મિતુલભાઇ મકવાણા, રોહિતભાઇ ઢાપા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:09 PM IST)










