News of Tuesday, 22nd September 2026
ગુરૂદેવ પાર્કના કિશોરભાઇ સિંધવનું બેડી ગામે બનેવીના કારખાને ઢળી પડતાં મૃત્યુ
આણંદપર બાઘી ગામની પોતાની વાડીએ આંટો મારી કારખાને બેસવા ગયા અને હૃદય રોગનો હુમલો આવી ગયોઃ સારવાર માટે ખસેડાયા પણ અંતિમશ્વાસ લઇ લીધા

રાજકોટ તા. ૨૨: શહેરના કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્કમાં રહેતાં પ્રોૈઢ બેડી ગામે પોતાના બનેવીના કારખાને બેઠા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું ખુલ્યું હતુંં.
જાણવા મળ્યા મુજબ ગુરૂદેવ પાર્ક શેરી નં. ૪માં રહેતાં કશોરભાઇ દેવાભાઇ સિંધવ (ઉ.વ.૫૭) ગઇકાલે બપોરે રાજકોટથી આણંદપર બાઘી ગામે પોતાની વાડીએ આટો મારવા ગયા હતાં. વળતાં ત્યાંથી બેડી ગામે આવેલા તેમના બનેવી દિનેશભાઇના કારખાને બેસવા ગયા હતાં. અહિ તેઓ એકાએક બેભાન થઇ જતાં તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર કિશોરભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. મોભીના મૃત્યુથી સિંધવ પરિવારમાં શોક છવાઇ ગયો છે..
(2:18 PM IST)










