<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

નવાગામ મામાવડીમાં કિશન ચોૈહાણને દેવીપૂજક શખ્‍સોએ છરીના ઘા ઝીંક્‍યા

નાના ભાઇ સાથે સાઇડ કાપવા મામલે માથાકુટ થઇ હોઇ ફોન આવતાં મદદે જતાં ડખ્‍ખો : ફઇના દિકરા આકાશને પણ હાથમાં ઇજાઃ કુવાડવા પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩૧: કુવાડવા રોડ પર નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં કિશન રમેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮) નામના યુવાન પર રાતે સાડા આઠેક વાગ્‍યે નવાગામ મામાવાડી વિસ્‍તારમાં દેવીપૂજક શખ્‍સોએ છરીથી હુમલો કરી ગરદન પાછળ અને ખભા પર ઇજાઓ પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કિશન ટ્રાન્‍સપોર્ટમાં કામ કરે છે. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. કિશને જણાવ્‍યું હતું કે રાતે હું ઘરે હતો ત્‍યારે મારા નાના ભાઇ શૈલેષ (ઉ.વ.૨૦)ને ફોન આવ્‍યો હતો કે તે કામેથી બાઇક હંકારી ઘરે આવતો હતો ત્‍યારે મામાવાડીમાં મની દેવીપૂજક નામના શખ્‍સે હોન્‍ડાની સાઇડ કાપવા મામલે તેને આંતરી લીધો છે અને બીજા શખ્‍સો સાથે મળી માથાકુટ કરે છે.

મારા ભાઇનો ફોન આવતાં હું અને ફઇનો દિકરો આકાશ ત્‍યાં ગયા હતાં અને દેવીપૂજક શખ્‍સોને માથાકુટ નહિ કરવા સમજાવતાં તેણે મારા પર હુમલો કરી ગરદન પર અને ખભા પર ઘા મારી દીધા હતાં. તેમજ મારા ફઇના દિકરા આકાશને હથેળીમાં ઇજા પહોંચાડી હતી. માણસો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. તેમ વધુમાં કિશને જણાવતાં કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:22 AM IST)