<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગોંડલ નજીક હોટલમાંથી વાસણોની ચોરી કરનાર કિશન ઉર્ફે બાઠુલી ઝડપાયો

ચોરી કરેલા વાસણો વેચવા નિકળતા જ પોલીસે દબોચી લીધો : એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે. પી. રાવ સહિતની ટીમે જામવાડી પાસેથી દબોચી લીધો

રાજકોટઃ તા.૩, ગોંડલ નજીક સુરેશ્વર ચોકડી પાસે હાઇવેનાં બ્રીજ નીચે આવેલી હોટલમાંથી સ્‍ટીલ અને ટીનનાં વાસણોની ચોરી કરવાનો ભેદ રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.એ ઉકેલી જામવાડી ગામ નજીકથી ગોંડલના આરોપીને પકડી ૧પ હજારની કિંમતના સ્‍ટીલ અને ટીનના વાસણો કબ્‍જે કરી તેની પુછતાછ શરૂ કરી છે.  

ગોંડલના ભગવતપરા શેરી નં. ૩ માં રહેતા અતુલભાઇ બટુકભાઇ બાંભવાની ગોંડલ નજીક સુરેશ્વર ચોકડી પાસે હાઇવે પર બ્રીજ નીચે આવેલી મોમાઇકૃપા હોટલમાંથી તસ્‍કર તા. ર૮ થી ર૯ દરમીયાન રૂા.૯ હજારની કિંમતના સ્‍ટીલ અને ટીનના વાસણો ચોરી ગયાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જે ગુનાનો ભેદ ઉકેલવા ગોંડલ તાલુકા પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્‍ય એલસીબીની ટીમોએ પણ  કવાયત હાથ ધરી હતી દરમીયાન રાજકોટ રેન્‍જ ડીઆઇજી નિર્લીપ્‍તરાય, રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની સુચનાને પગલે એલ.સી.બી.ની ટીમે સીસીટીવી ફુટેજ ચકાસી બાતમીના આધારે ગોંડલ તાલુકાના જામવાડી ગામના બસ  સ્‍ટેન્‍ડ પાસેથી કિશન ઉર્ફે બાઠુલી જગદીશભાઇ સોલંકી (ઉ.વ. રપ, રહે. માધાતાપાર્ટી પ્‍લોટ પાસે, પંચપીરની ધાર વોરા કોટડા રોડ, ગોંડલ)ને પકડી લઇ રૂા.૧પ હજારની કિંમતના સ્‍ટીલ અને ટીનના વાસણો કબ્‍જે કર્યા હતા, પુછતાછમાં તેણે હોટલમાં ચોરી કર્યાની કેફીયાત આપી હતી તે ચોરાઉ વાસણો વેચવા નિકળ્‍યો હતો. જો કે એલ.સી.બીની ટીમે તે પહેલા જ તેને દબોચી લીધો હતો. આ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો. ઇન્‍સ. જે.પી.રાવ,પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇએચ.સી. ગોહીલ, પીએસઆઇ  આર.વી. ભીમાણી, પીએસઆઇ પી.એન. ભરવાડ તથા એએસઆઇબાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, ઇન્‍દ્રસિંહ જાડેજા,  જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી તથાહેડ કોન્‍સ પ્રહલાદસિંહ રાઠોડ તથા ધર્મેન્‍દ્રભાઇ ચાવડા તથા ભગીરથસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. વીજયભાઇ ખડીયા તથા  ભાવેશભાઇ મકવાણા તથા   વીજયભાઇ સીંહારે કરી હતી

(3:18 PM IST)