<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

‘ત્રિકોણબાગ કા રાજા’: રાજાશાહી સ્‍વરૂપમાં દાદા બિરાજશે

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્‍સવનું ૨૮મું વર્ષઃ ૧૦ દિવસ સુધી ભક્‍તિ-સંસ્‍કૃતિના વિવિધ આયોજનો મહાઆરતી, સત્‍સંગ, ભજન સંગીત, લોકડાયરો, નાટયનાટીકા, ડાન્‍સ ટેલેન્‍ટ શો સહિતના કાર્યક્રમો, રક્‍તદાન કેમ્‍પ, ફ્રી મેડીકલ કેમ્‍પ

રાજકોટઃશહેરના ત્રિકોણ બાગ ખાતે દર વર્ષે શ્રદ્ધા અને આસ્‍થાના કેન્‍દ્રરૂપે યોજાતા જાહેર ગણેશ મહોત્‍સવમાં આ વર્ષે પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. ‘ત્રિકોણ બાગ કા રાજા' તરીકે જાણીતા ગણેશ મહોત્‍સવનું આ ૨૮મું વર્ષ છે. આ વર્ષે ગણેશજીની ભવ્‍ય રાજાશાહી સ્‍વરૂપની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવશે.

ત્રિકોણ બાગ કા રાજા ગણેશ મહોત્‍સવની પરંપરા વર્ષોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભક્‍તોમાં વિશેષ આસ્‍થા ધરાવે છે. મહોત્‍સવ દરમિયાન પૂજા-આરતી સાથે વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ વર્ષે ગણેશજીની મૂર્તિને વિશિષ્ટ રાજાશાહી સ્‍વરૂપ આપવામાં આવ્‍યું છે. સોનાના કારગરીથી શોભિત મુકુટ, ગળામાં હાર તથા શરીર પર અલંકારો સાથે ભગવાન ગણેશજીનું ભવ્‍ય સ્‍વરૂપ દર્શાવવામાં આવશે.

 ચાર ભુજામાં વિવિધ આયુધો ધારણ કરાવતી મૂર્તિમાં શક્‍તિ, રક્ષણ અને ધર્મવિજયનો સંદેશ રજૂ કરવામાં આવ્‍યો છે.

ત્રિકોણ બાગ કા રાજાની વિશેષતા એ છે કે અહીં ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓને પણ મહત્‍વ આપવામાં આવે છે. મહોત્‍સવ દરમિયાન ભક્‍તિ સંગીત, આરતી, ડાયરો, નાટિકા, બાળકો માટે ટેલેન્‍ટ શો, મહિલાઓ માટે આરતી-શણગાર સ્‍પર્ધા, રક્‍તદાન શિબિર તથા ફ્રી મેડિકલ કેમ્‍પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમ આયોજકોએ જણાવ્‍યું હતું.

મહોત્‍સવ સાથે જોડાયેલી સામાજિક સેવાની પરંપરાને આગળ વધારતાં આ વર્ષે જાહેર જનતા માટે રક્‍તદાન શિબિર તથા ફ્રી મેડિકલ કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. સ્‍ટર્લિગ હોસ્‍પિટલના સહયોગથી આરોગ્‍ય નિદાન કેમ્‍પ તથા એમ્‍બ્‍યુલન્‍સ સેવા ઉપલબ્‍ધ રહેશે.

આ સમગ્ર આયોજન માટે ત્રિકોણ બાગ કા રાજા સમિતિ તથા સ્‍થાપક શ્રી જિમીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

સમિતિમાં જયપાલસિહ જાડેજા, ચંદુભાઈ પાટડિયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, નિખિલ નિમાવત, કૃણાલ મિષી, બીપીન મકવાણા, કાનાભાઈ સાનિયા, નાગજી બાંભવા, રાજન દેસાણી, ભરત મકવાણા, પ્રકાશ ઝીંઝુવાડીયા, ભરતભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, શૈલેષભાઈ સોનગરા, જિષ્‍ણુ ટાંક, રવિ ગોંડલીયા, વંદન ટાંક, ધામીન ચૌહાણ, મિલન ધંધુકીયા, આશિષ કામળિયા, વિનય ટાંક, પિનાકીન ખાણધર, કાળુભાઈ ગોંડલિયા, પ્રકાશભાઈ કાપડીયા, ધ્રુવિક સદાવ્રતી, વિવેક સોંદરવા સહિતના સેવાભાવી સભ્‍યો સમગ્ર આયોજનને સુપુરે પાર પાડવા જહેમત ઉઠાવી રહી છે.

સાર્વજનિક ગણેશ મહોત્‍સવની વિશેષ માહિતી, માટે વ્‍હોટ્‍સએપ નંબર ૮ ૯૪૨૬૨ ૦૧૧૨૦, વોઈસ કોલ માટે મો.નં.૯૯૨૪૦ ૯૯૨૪૧) ઉપર સંપર્ક કરી શકાય છે.

૧૦ દિવસના કાર્યક્રમો ઍક નજરે

તા.૧૪ સોમવાર સવારે ૧૦:૩૦ કલાકે શુભ મુહૂર્તમાં શ્રી ગણેશજીની સ્‍થાપના અને પ્રાણપ્રતિષ્ઠા. રાત્રે ૯ કલાકે પ્રથમ મહાઆરતી, સંતો-મહંતો તથા દિવ્‍યાંગ બાળકો અને અગ્રણી મહેમાનોના વરદ હસ્‍તે. રાત્રે ૯ કલાકે ગણેશ વંદનાનું સાંસ્‍કૃતિક કાર્યક્રમ (નાટ્‍ય નાટિકા). તા.૧૫, મંગળવાર સાંજે ૫:૩૦ કલાકે શ્રીમતી હિનાબેન પટેલ, ફેમિના ક્‍લબ દ્વારા ધાર્મિક ગીત અને ભજન અંતાક્ષરી. સાંજે ૭ કલાકે ઇસ્‍કોન મંદિર દ્વારા કીર્તન ધૂન (શ્રી વિષ્‍ણુસેવા દાસજી). તા.૧૬, બુધવાર સાંજે ૫ કલાકે રઘુવંશી મહિલા મંડળ શ્રી કમલાબેન ભા... દ્વારા આરતી ડેકોરેશન અને ભજન-સિગિગ. રાત્રે ૯ કલાકે સૌરાષ્ટ્રના નામી કલાકારો દ્વારા ભવ્‍ય લોકડાયરો. તા.૧૭, ગુરુવાર સાંજે ૫ કલાકે શ્રીમતી રોનકબેન પારેખ તથા વિગ્‍સ લેડીઝ ક્‍લબ દ્વારા ધાર્મિક મ્‍યુઝિકલ હાઉસી. રાત્રે ૯ કલાકે ‘એક શામ સુખદાતા કે નામ' ભક્‍તિ સંગીત કાર્યક્રમ, ફોર્મેટ મ્‍યુઝિકલ ક્‍લાસિક્‍સ અને ટીમ દ્વારા. તા.૧૮, શુક્રવાર રાત્રે ૯ કલાકે મહંત શ્રી અંકિતગીરી બાપુ દ્વારા મહા આરતી. ત્‍યારબાદ રાત્રે ૯:૩૦ કલાકે ‘શિવ-સંગમ' શિવ મહિમા ભક્‍તિરસ કાર્યક્રમ. તા.૧૯, શનિવાર સાંજે ૭ કલાકે સ્‍કૂલના બાળકો દ્વારા ટેલેન્‍ટ શો ‘સુરભી ડાન્‍સ' (સુરભી ડાન્‍સ ક્‍લાસીસના સહયોગથી). રાત્રે ૯ કલાકે ‘ક્રાંતિ બેન્‍ડ' દ્વારા રજૂઆત દેશભક્‍તિ, મોટેવેશન અને દેશભક્‍તિ-સંગીતનું પ્રસ્‍તુતિકરણ. તા.૨૦, રવિવાર સાંજે ૫:૩૦ કલાકે જાહેર જનતા માટે રક્‍તદાન શિબિર તથા ફ્રી મેડિકલ કેમ્‍પ (વોકહાર્ટ હોસ્‍પિટલના સહયોગથી). રાત્રે ૯ કલાકે શબ્‍દ સુરની રાત  પ્રસિદ્ધ સિગર સોહિલ બ્‍લોચ અને ટીમ દ્વારા. તા.૨૧, સોમવાર સાંજે ૫ કલાકે શ્રીમતી બિદિયાબેન અમલાણી તથા રઘુવંશી લેડીઝ ક્‍લબ દ્વારા ધાર્મિક ગેમ શો. રાત્રે ૯ કલાકે ‘રામ-નામ કે હીરેમોતી'  અશોક ભાયાણી પ્રસ્‍તુતિ. તા.૨૨, મંગળવાર રાત્રે ૯ કલાકે વેરાયટી શો  દેશભક્‍તિ, મોટિવેશન અને પ્રાચીન કળા-સંસ્‍કૃતિની રજૂઆત. તા.૨૩, બુધવાર રાત્રે ૯ કલાકે લોકસાહિત્‍ય દરબાર  દુહા, છંદ અને રજમટ. તા.૨૪, ગુરુવાર સાંજે ૫:૩૦ કલાકે જાહેર જનતા માટે સત્‍યનારાયણ દેવની કથા. રાત્રે ૯ કલાકે જાહેર જનતા માટે નાંદિયા રાસ સ્‍પર્ધા, સન્‍માન સમારોહ સાથે. રાજકોટ શહેરનો સૌપ્રથમ વન-ડે કાર્યક્રમ તરીકે વિશેષ આયોજન. તા.૨૫, શુક્રવાર સવારે ૧૦:૩૦ કલાકે પૂર્ણાહુતિ પૂજા. બપોરે ૧૨:૩૦ કલાકે ત્રિકોણ બાગ ચોકથી બોખડનદી તરફ ગણેશજી વિસર્જન યાત્રાનું પ્રસ્‍થાન.

(3:03 PM IST)