News of Monday, 14th September 2026
રાજકોટ કા રાજા : મા નવદુર્ગાની ઝાંખી અને રામનાથ દાદાના મંદિરની કૃતિ દર્શનનું આકર્ષણ
રાજકોટ કા રાજા : મા નવદુર્ગાની ઝાંખી અને રામનાથ દાદાના મંદિરની કૃતિ દર્શનનું આકર્ષણ

X
રાજકોટ : ‘રાજકોટ કા મહારાજા' ગણેશજીનું ભવ્ય આગમન તથા પ્રતિષ્ઠા આજે સાંજે પ કલાકે ડૉ. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે, રાજકોટ ખાતે ધામધુમથી કરવામાં આવશે.
વૈદિક મંત્રોચ્ચાર, શાષાોકત પૂજા-અર્ચના તથા ભક્તિમય માહોલ વચ્ચે ગણપતિ દાદાની પ્રતિષ્ઠિા કરવામાં આવશે. આ વર્ષે રાજકોટ કા મહારાજાના ગણેશ મહોત્સવને વિશેષ અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભવ્ય અને વિશાળ ડોમ, રંગબેરંગી રોશનીથી ઝળહળતો સમગ્ર પરિસર તેમજ દિવ્ય અને મનમોહક શ્રી ગણેશજીની ભવ્ય પ્રતિમા સાથે માં દુર્ગાની ઝાંખી ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભક્તોની અતૂટ આસ્થાના કેન્દ્ર એવા ગ્રામ દેવ ભગવાન શ્રી રામનાથ દાદાના મંદિરની થર્મોકોલની ઝાંખી સ્થળ પર દર્શન માટે મુકવામાં આવી છે.
રાજકોટ કા મહારાજાના આ પાવ ગણેશ મહોત્સવ દરમિયાન ૧૧ દિવસ સુધી દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે સાંજે ૭ કલાકે : બાળકોની આંતરિક શકિત, સર્જનાત્મકતા, કલાત્મકતા અને છુપાયેલી પ્રતિભાઓને ખીલવતા વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓ, રાત્રે ૮ કલાકે ભવ્ય મહાઆરતી, રાત્રે ૯ કલાકે વિવિધ ધાર્મિક અને ભકિતમય કાર્યક્રમો યોજાશે.
આયોજનને સફળ બનાવવા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિશાલ આહ્યા, મયુર વોરા, વિકી ઠાકર, વિશાલ ઉપાધ્યાય, હર્ષ ત્રિવેદી, અર્જુન શુકલ, દિલીપ જાની, માનવ વ્યાસ, જય રાવલ, જયોતિન્દ્ર પંડયા, સંદીપ પંડયા, પ્રશાંત ઓઝા, હેમલ રાવલ, ભરત દવે, મોહિત વ્યાસ અનેજય જોષી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:48 PM IST)










