તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 19th September 2026
સુવર્ણભૂમિ કા રાજાઃ ભાવિકો તરબોળ
ધારાસભ્ય ભાનુબેન બાબરીયા કોર્પોરેટરો સહિતના મહાનુભાવોએ ભાવપુર્વક ભકિત કરી : રોહિતભાઇ કથીરીયા, મનિષભાઇ ઠક્કર સહિતની સમગ્ર ટીમ દ્વારા અદકેરૂ આયોજન

રાજકોટ તા.૧૮: સુવર્ણભુમિ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવે રાજકોટની જાણીતી અને પ્રતિષ્ઠિત સોસાયટી સુવર્ણભૂમિ પરિસર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. પરિસરમાં લેડીઝ- જેન્ટસ, બાળકો, વૃધ્ધો સહિત સેંકડો ભાવિકો પવિત્ર વાતાવરણમાં ભાવપૂર્વક ગણપતિબાપાની ભકિત કરી રહયા છે. ગણશોત્સવ દરમ્યાન બાળકો માટે પણ પેઇન્ટીંગ, પોસ્ટર પ્રેઝન્ટેશન, ડાન્સ કોમ્પીટીશન (તહેવારને અનુરૂપ) સહિતના કાર્યક્રમો પણ ઉત્સાહપૂર્વક ઉજવાઇ રહયા છે.
ગણેશ ભગવાનની આરતી દરમ્યાન રાજકોટના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરો શ્રી રક્ષિતભાઇ કલોલા, ભારતીબેન પાડલીયા, હેતલબેન લાઠીયા અને મહેશભાઇ પીપળીયા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ હિરેનભાઇ મુંગલપરા, વોર્ડ પ્રભારીશ્રી રજનીભાઇ ગોલ, વોર્ડ મહામંત્રીઓ શ્રી વિનોદભાઇ તથા મુળુભાઇ ઓડેદરા, ભાજપ અગ્રણીઓ શ્રી ફર્નાન્ડીસભાઇ પાડલીયા અને ચેતનભાઇ લાઠીયા, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો.પરાગભાઇ દેવાણી, રઘુવંશી અગ્રણી શ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, શ્રીમતિ રીનાબેન ઠક્કર, શ્રીમતિ કાજલબેન વિઠ્ઠલાણી, શ્રીમતિ જુલીબેન દેવાણી સહિતના મહાનુભાવો ગણપતિ ભગવાનની ભકિતમાં તરબોળ બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ‘સુવર્ણભૂમિ કા રાજા'' ગણેશોત્સવના અદ્કેરા આયોજનને સફળ બનાવવા સુવર્ણભૂમિ સોસાયટી- પરિસરના પ્રમુખ શ્રી રોહિતભાઇ કથીરીયા, પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખશ્રી મનિષભાઇ ઠક્કર, સમીરભાઇ ચંદે, વિરેશભાઇ શાહ, કૃણાલભાઇ બરછા, બ્રીજભાઇ મણિયાર, પ્રિન્સભાઇ મણિયાર, સંદિપભાઇ પરમાર, સુકેતુભાઇ ગણાત્રા, ધર્મેશભાઇ કલોલા, પ્રદિપભાઇ દતાણી, નટુભાઇ બુટાણી, નિલેશભાઇ કકાસણીયા, કેતનભાઇ ગજ્જર, સાગરભાઇ ગોપાણી, હર્ષભાઇ સંતોકી, રાકેશભાઇ કડેચા, પિયુષભાઇ ડાભી, જીજ્ઞેશભાઇ ચાવડા, ધરમભાઇ પોપટ, પુરવભાઇ ભીમજીયાણી, ડો.પ્રશાંતભાઇ ઠાકર, શ્યામલભાઇ સોની, રોહિતભાઇ લાઠીગરા, અશોકભાઇ ધામેચા, જયેશભાઇ પાંભર, શ્યામભાઇ ખખ્ખર, ચિરાગભાઇ ગાંધી, હેરીનભાઇ દોમડીયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે
(2:44 PM IST)










