<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ઢોલ-નગારાના નાદ સાથે ‘રંગઉપવન કા રાજા' બિરાજ્‍યા

પ્રાકળતિક શણગાર બન્‍યો આકર્ષણનું કેન્‍દ્રઃ પ્રથમ દિવસની આરતીમાં ઉમટયા ભાવિકોઃ ૧૮મીએ દીવડા આરતીઃ૧૯મીએ અન્નકૂટ દર્શનઃ ૨૦મીએ બપોરે ૩ વાગ્‍યે ધામધૂમથી વિસર્જન

 

 

રાજકોટ, તા. ૧૫: ગણેશ ચતુર્થીના પાવન પર્વે રંગઉપવન વિસ્‍તારમાં ગણપતિ બાપ્‍પાની ભક્‍તિનો રંગ છવાયો છે. રંગઉપવન યુવા ગ્રુપ દ્વારા આયોજિત ‘રંગઉપવન કા રાજા' ગણપતિ મહોત્‍સવનો તા. ૧૪ સપ્‍ટેમ્‍બરે ભક્‍તિભાવ અને ભારે ઉત્‍સાહ સાથે પ્રારંભ થયો હતો.

સવારે ૯:૩૦ કલાકે બ્‍લોક નં. ૧ પાસેથી ઢોલ-નગારાના નાદ અને ‘ગણપતિ બાપ્‍પા મોરયા... મંગલમૂર્તિ મોરયા...'ના જયઘોષ વચ્‍ચે શ્રી ગણેશજીનું વાજતે-ગાજતે આગમન થયું હતું. ત્‍યારબાદ શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલ રંગ ઉપવન સોસાયટીમાં બિરાજમાન રંગનાથ મહાદેવ મંદિરના સત્‍સંગ હોલ ખાતે વિધિવત રીતે ‘રંગઉપવન કા રાજા'ની સ્‍થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ભાઈઓ-બહેનો, બાળકો અને ભાવિકો જોડાયા હતા.

આ વર્ષે રંગઉપવન યુવા ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્‍પાના પંડાલમાં વિશેષ ગ્રામિણ પ્રકળતિ આધારિત નયનરમ્‍ય શણગાર ઊભો કરવામાં આવ્‍યો છે, જે ભાવિકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. આ શણગાર તૈયાર કરવામાં યુવા ગ્રુપના વેદાંત જાની, ઓમ સચદેવા, ઉત્‍સવ દવે અને દર્શન જોશી સહિતના સભ્‍યોએ જહેમત ઉઠાવી છે.

તા. ૧૪થી ૨૦ સપ્‍ટેમ્‍બર સુધી ચાલનારા ગણપતિ મહોત્‍સવમાં દરરોજ સવારે અને સાંજે આરતી યોજાઈ રહી છે. મહોત્‍સવ અંતર્ગત તા. ૧૮ સપ્‍ટેમ્‍બરના સાંજે ૭:૩૦ કલાકે દીવડા આરતી અને તા. ૧૯ સપ્‍ટેમ્‍બરે સાંજે  અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. જ્‍યારે તા. ૨૦ સપ્‍ટેમ્‍બરે બપોરે ૩ વાગ્‍યે ‘રંગઉપવન કા રાજા'ની વિસર્જન યાત્રા ધામધૂમથી યોજાશે.

પ્રથમ દિવસની આરતીમાં મોટી સંખ્‍યામાં ભાઈઓ-બહેનો તથા બાળકોએ ભાગ લઈ બાપ્‍પાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. ‘ગણપતિ બાપ્‍પા મોરયા'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્‍યું હતું અને રંગઉપવન વિસ્‍તારમાં ભક્‍તિ સાથે ઉત્‍સવનો અનેરો માહોલ સર્જાયો હતો

(3:35 PM IST)