તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં સેન્ટર ફોર યોગા એક્સલન્સનો મંગલ પ્રારંભ
અદ્યતન યોગ અને એરિયલ સ્ટૂડિયો, થેરાપી સ્ટૂડિયો, એરોબિક્સ / કથક / સેમી-ક્લાસિકલ સ્ટૂડિયો, સાઉન્ડ હિલીંગ, ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બાળકો માટે ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ સહિતની સુવિધા એક છત નીચે મળશે : સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટને શ્રી સોમનાથ સંસ્કળત યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ઈન યોગ અભ્યાસક્રમની માન્યતા પત્ર એનાયત

રાજકોટ તા.૨૩ : ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ ખાતે એક નૂતન ‘સેન્ટર ફોર યોગા એક્સલન્સ' (યોગા સ્ટુડિયો)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રામકળષ્ણ આશ્રમના સ્વામીશ્રી મેઘજાનંદજી મહારાજ અને સોમનાથ સંસ્કળત યુનિવર્સિટી-વેરાવળના રજિસ્ટ્રાર મહેશકુમાર મેત્રાના હસ્તે આ યોગા સ્ટૂડિયોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ તેમના હસ્તે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીઓને ડિપ્લોમા ઈન યોગા કોર્ષની માન્યતા અંગેનું ઓફિશિયલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા સેન્ટર ફોર યોગા એક્સલન્સ કેન્દ્રનો ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને સ્ટૂડિયોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ યોજાયેલા સ્ટેજ કાર્યક્રમની શરૂઆતમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા. દિપ પ્રાગટય બાદ નિરાલીબેન દવે અને તેમની ટીમ દ્વારા કથક નળત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ અને ઉદઘાટક સ્વામીશ્રી મેઘજાનંદજી મહારાજ, શ્રી સોમનાથ સંસ્કળત યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી મહેશકુમાર મેતરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અજયસિંહ જાડેજાનું ટ્રસ્ટીઓ દ્વારા ખેસ અને હાર પહેરાવી મા ખોડલની પ્રતિમા અર્પણ કરી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સ્વામી મેઘજાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકોના આરોગ્યની ચિંતા કરીને સંસ્થા દ્વારા યોગા સ્ટૂડિયો શરૂ કરવામાં આવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. સ્વામી વિવેકાનંદજીએ કર્મ, જ્ઞાન, રાજ અને ભક્તિ એમ ચાર યોગ કહ્યા છે. યોગ વિદ્યાર્થીને કેવી રીતે સારો વિદ્યાર્થી બનવું તે શિખવે છે. યોગ કરવાથી એકાગ્રતા વધે છે. યોગ કરવાથી બાહુ બળ, બુદ્ધિ બળ અને મનોબળ વધે છે. ત્યારે સંસ્થાની આ પહેલ ખૂબ પ્રસંશનીય છે.
ત્યારબાદ મહેમાનોએ પ્રાસંગીક વકતવ્યનો લાભ આપ્યો હતો. મંત્રી જી. એલ. રામાણી દ્વારા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા સરદાર પટેલ ભવન ખાતે ચાલતી સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી પ્રવળત્તિઓની માહિતી આપવામાં આવી હતી. યોગ શિક્ષક દિપકભાઈ પટેલે સંસ્થા સાથે જોડાયેલા તમામ ૧૭ યોગગુરુ, ડોક્ટરો અને નિષ્ણાતોનો પરિચય કરાવ્યો હતો.
સેન્ટર ફોર યોગા એક્સલન્સમાં ભાઈઓ, બહેનો તેમજ બાળકો માટે જુદા જુદા સ્પેશિયલાઇઝડ સેક્શન અને સ્ટૂડિયો બનાવવામાં આવ્યા છે. જેમાં થેરાપી સ્ટૂડિયાના માધ્યમથી રોગ આધારિત વિશેષ યોગ સત્રો ચલાવવામાં આવશે. યોગ/એરિયલ સ્ટૂડિયોના માધ્યમથી સામાન્ય ફિટનેસ માટેના રેગ્યુલર યોગ વર્ગો ઉપરાંત પ્રોપ્સ સાથે એરિયલ યોગ અને બંજી જમ્પિંગની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.
બાળકોના સર્વાંગી વિકાસ અને જિલ્લાથી લઈને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓની તૈયારી માટે ખાસ યોગ વર્ગો તેમજ ૩ થી ૮ વર્ષના બાળકો માટે ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે. એરોબિક્સ / કથક /સેમી-ક્લાસિકલ સ્ટૂડિયો ફિટનેસ પ્રેમીઓ માટે બોલ, સ્ટીક, સ્ટેપર, બેલ્ટ, વોલ વર્કઆઉટ અને બોલીવુડ મ્યુઝિક સાથે એરોબિક્સ અને ઝુમ્બાના વર્ગો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત શાષાીય નળત્ય કથક (એકેડેમિક) અને સેમી-ક્લાસિકલ નળત્યના વર્ગો પણ શરૂ થશે.
અન્ય કન્સલ્ટિંગ સેવાઓ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે અહીં ડાયેટિશિયન ગાઈડન્સ અને આયુર્વેદ કન્સલ્ટિંગની સુવિધા પણ આપવામાં આવશે. નિષ્ણાત અને અનુભવી ટ્રેનર્સની ટીમમાં દીપક પટેલ, અંકિત ગમઢા, ડો. પૂજા માકડિયા (સુતરીયા), ડો. ધ્રુપલ ધામી (સગપરીયા), નિરાલી દવે, કિન્નરી ચુડાસમા, સ્મિતા રાજદેવ, જીતેન મણિયાર, શ્રુતિ અસલાલીયા, આર્યદિપસિંહ જાડેજા, સંગીતા નસીત, મિતાલી મુંડીયા, બંસી સવજાની, ચાર્મી ચોટાઈ, સારંગી સોની (કનેરિયા), અંકિતા પટેલ અને નીપા ચતવાણી જેવા અનુભવી અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા કોચ સેવા આપશે.
રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે આ આધુનિક યોગ સ્ટૂડિયોમાં જોડાવા અને વધુ માહિતી મેળવવા માટે મો.૭૦૬૯૯ ૨૯૨૯૫, મો.૯૭૨૩૭ ૭૬૯૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:18 PM IST)










