તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
સૌરાષ્ટ્ર ઝોનના વીઆઈપી પ્રાંત ધર્મપ્રચારક તરીકે કૌશીક સરધારાની નિમણૂક
ધર્મ પરિવર્તન અટકાવવા, લવ-જેહાદ સામે કાયદાકીય લડત અને વ્યસન મુક્તિ સહિતની સોંપાઈ મુખ્ય જવાબદારીઓ

રાજકોટઃ વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં વીઆઈપીના પાયાના અગ્રણી કાર્યકર કૌશીકભાઈ સરધારાને સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના પ્રાંત ધર્મપ્રચારક અને સહ સંયોજક તરીકેની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સાધુ-સંતોના સંગઠનની એકતા મજબૂત કરી ધર્મ પ્રચાર અને પ્રસાર કરવાની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ નિમણૂક અંતર્ગત હિન્દુ ધર્મમાં થતું ધર્મ પરિવર્તન અટકાવવું અને લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું મુખ્ય કાર્ય રહેશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
લવ-જેહાદ સામે કાયદાકીય લડત અને સામાજિક કાર્ર્યોં વર્તમાન સમયના સળગતા મુદ્દા એવા ‘લવ-જેહાદ'ના કેસોમાં તેમની કામગીરી ઉમદા રહી છે. દર અઠવાડિયે આવી ભોગ બનેલી હિન્દુ દીકરીઓના કેસ માટે પોલીસ સ્ટેશનથી લઈને કોર્ટ સુધીની સમગ્ર પ્રક્રિયામાં કાયદાનું સઘન પાલન કરાવવાની જવાબદારી તેઓ સંભાળશે, જેથી કોઈ પણ દીકરીને આર્થિક, માનસિક કે સામાજિક અન્યાય ન થાય. લવ-જેહાદના ભોગ બનેલી દીકરીઓની 'ઘર વાપસી' માટે તેમનું પાયાનું યોગદાન રહ્યું છે (લવ-જેહાદ સહાયતા મો.૯૦૯૯૦ ૯૫૫૨૦).
ધાર્મિક કાર્યોની સાથે હિન્દુ ધર્મના દીકરા-દીકરીઓને ડ્રગ્સ, દારૂ અને તમાકુ જેવા દૂષણોથી બચાવવા માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું તેમજ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવી સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે લોકજાગૃતિ ફેલાવવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, સમગ્ર સૌરાષ્ટ્રમાં હિન્દુઓના તમામ તહેવારો કોઈ પણ અસામાજિક તત્વોના ભય વગર આનંદભેર ઉજવાય તે જોવાની પણ તેમની મુખ્ય જવાબદારી રહેશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે
(3:59 PM IST)










