તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
કટારિયા ચોક ફલાયઓવર બ્રિજનું કામ ૪૭ ટકા પુર્ણ
આવતા ચોમાસા પહેલા પશ્ચિમ રાજકોટને મળશે આધુનિક ટ્રાફિક સુવિધા : તમામ ફાઉન્ડેશન, પિયર અને પિયર કેપનું કામ ૧૦૦% પૂરૂં, ૮૮ PSC ગર્ડર તૈયાર અને ૩૬ લોન્ચઃ એક બાજુ અન્ડર પાસનું બાંધકામ પણ પૂર્ણ

રાજકોટ, તા. ૨: શહેરના પヘમિ વિસ્તારમાં વધતા વાહનવ્યવહારને સુવ્યવસ્થિત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કલાવડ રોડ અને નવા રિંગ રોડ-૨ના કટારિયા ચોક ખાતે ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણાધીન ત્રિ-સ્તરીય ફ્લાયઓવર અને અન્ડરપાસ પ્રોજેક્ટની કામગીરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે. શહેરના સૌથી મહત્ત્વાકાંક્ષી ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સમાવિષ્ટ આ યોજના પૂર્ણ થયા બાદ કલાવડ રોડ, રિંગ રોડ-૨ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને વાહનચાલકોને વધુ ઝડપી, સુરક્ષિત અને સુગમ મુસાફરીનો લાભ મળશે.
આ અંગે મનપાના સતાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટમાં કુલ ૪૭.૦૦ ટકા ભૌતિક પ્રગતિ અને ૪૦.૫૧ ટકા નાણાકીય પ્રગતિ નોંધાઈ છે. અમલીકરણ, ગુણવત્તા નિયંત્રણ, ટેકનીકલ સુપરવિઝન અને બિલિંગ સહિતની કામગીરી આયોજન મુજબ સંતોષકારક રીતે આગળ વધી રહી છે.
પ્રોજેક્ટ અંતર્ગત કુલ ખોદકામનું ૭૬.૦૩ ટકા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ફ્લાયઓવરના પાયા માટે જરૂરી તમામ ૨૬ ફાઉન્ડેશન, ૨૬ પિયર અને ૨૬ પિયર કેપનું કાર્ય ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે. પરિણામે હવે સુપરસ્ટ્રક્ચર સંબંધિત કામગીરીને વધુ વેગ મળ્યો છે.
ફ્લાયઓવર માટે જરૂરી કુલ ૧૧૧ પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) ગર્ડરમાંથી અત્યાર સુધીમાં ૮૮ ગર્ડરનું કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે ૩૬ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રિટેઇનિંગ વોલનું અંદાજે ૫૦ ટકા કાર્ય પૂર્ણ થયું છે અને કુલ ૨૬ પૈકી ૨ ડેક સ્લેબનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. યુ-ટાઇપ રિટેઇનિંગ વોલ, પાઇલિંગ, બોક્સ કલ્વર્ટ વિસ્તરણ તથા અન્ય તમામ માળખાકીય કામગીરી પણ વિવિધ તબક્કામાં ઝડપી ગતિએ ચાલી રહી છે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર ટ્રાફિકની અવરજવર વધુ સરળ બનશે. વાહનચાલકોનો મુસાફરી સમય ઘટશે, ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થશે અને અકસ્માતોની સંભાવના પણ ઓછી બનશે. શહેરના પヘમિ વિસ્તારના વિકાસમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ સીમાચિホ સાબિત થશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટની ગુણવત્તા, સલામતી અને સમયમર્યાદાનું કડક પાલન થાય તે માટે નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાત ઇજનેરોની દેખરેખ હેઠળ તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને લાંબા ગાળે ટકાઉ ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે.
મહાનગરપાલિકાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ મહત્ત્વાકાંક્ષી ત્રિ-સ્તરીય ફ્લાયઓવર અને અન્ડરપાસ પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરીને રાજકોટને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને આધુનિક ટ્રાફિક વ્યવસ્થાની ભેટ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ શહેરના સ્માર્ટ અને આયોજિત વિકાસને નવી દિશા આપશે તેમજ ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.(૨.૧૭)
(3:00 PM IST)










