<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સગીરાનું અપહરણ કરી ભાગેલો ઘંટેશ્વર ૨૫ વારીયાનો કરન દ્વારકાથી પકડાયો

પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ડી. જે. જોષી, એએસઆઇ મેઘાબેન અને ટીમની કાર્યવાહીઃ પોક્‍સોનો ઉમેરો કરવા તજવીજ

રાજકોટ તા. ૧૧: જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્‍તારમાંથી સગીરાનું અપહરણ થઇ જતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો  દાખલ કર્યો હતો. આ ગુનામાં આરોપીને દ્વારકાથી સગીરા સાથે શોધી કાઢી આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્‍તારમાંથી તા. ૬/૫ના રોજ એક સગીરા ગૂમ થઇ હતી. તેણીને કોઇ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ તેણીના વાલીએ નોંધાવી હતી. આ અપહરણનો ગુનો તાકીદે ઉકેલવા અને આરોપીઓને શોધી કાઢવા ઉચ્‍ચ અધિકારીઓએ સુચના આપતાં બજરગાવડી ચોકીના પીએસઆઇ ડી. જે. જોષી અને ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ એનાલિસિસની મદદથી તપાસ કરતાં એ દરમિયાન એએસઆઇ મેઘાબેન અને કોન્‍સ. પૃથ્‍વીરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે આ સગીરા એક શખ્‍સ સાથે દ્વારકામાં છે.

બાતમીને આધારે પોલીસ ત્‍યાં પહોંચી હતી અને સગીરાને શોધી તેને ભગાડી જનારા કરન મહેશભાઇ મકવાણા-દેવીપૂજક (ઉ.વ.૧૯-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા, આરાધના એપાર્ટમેન્‍ટ પાસે, ક્‍વાર્ટર નં. ૭૬)ને પકડી લીધો હતો. ઇન્‍ચાર્જ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ડી. જે. જોષી, એએસઆઇ મેઘાબેન, હેડકોન્‍સ. પૃથ્‍વીરાજસિંહ ગોહિલ, હંસરાજભાઇ ઝાપડીયા, મિહીરસિંહ બારડ, કોન્‍સ. શિલ્‍પાબેન વીંજવાડીયાએ આ કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખ ુલ્‍યા મુજબ આ શખ્‍સ બાળાને રાજકોટથી માંડવી, અંજાર સહિતના સ્‍થળોએ લઇ ગયા બાદ દ્વારકા પહોંચ્‍યો હતો. પોક્‍સોની કલમ ઉમેરવા તજવીજ કરવામાં આવી હતી

(2:39 PM IST)