તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
લક્ષમણ પાર્કમાં રહેતાં કાંતિભાઇ ચાવડાનું હૃદય બેસી જતાં મોત
પટેલ પાર્કના ઇશ્વરલાલ ટંકારીયા અનાજ લેવા નીકળ્યા અને ઢળી પડયાઃ મોત

રાજકોટ તા. ૬: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્યુ થયા હતાં. નાના મવા રોડ જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતાં કાંતિભાઇ કાળુભાઇ ચાવડા (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં બે દિકરા છે.
બીજા બનાવમાં કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ પટેલ પાર્કમાં રહેતાં ઇશ્વરલાલ જાદવજીભાઇ ટંકારીયા (ઉ.વ.૭૦) સવારે હુડકો ચોકડી રાજલક્ષ્મી સોસાયટી પાસે અનાજ કરીયાણુ લેવા આવ્યા ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇમાં મોટા હતાં અને દરજી કામ કરતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસ અને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
(2:47 PM IST)










