<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

કોઠારીયાના કંચનબેનનું સ્‍વાતિ પાર્કમાં ઘરકામ વખતે હૃદય બેસી ગયું

પતિ હયાત ન હોઇ પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવતાં હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: કોઠારીયા ગામમાં રહેતાં અને પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવતાં મહિલા ગઇકાલે સ્‍વાતિ પાર્કમાં ઘરકામ કરવા ગયા હતાં ત્‍યાં વાસણ સફાઇ કરતી વખતે એકાએક ઢળી પડતાં મૃત્‍યુ થયું હતું. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

પ્રાપ્‍ત વિગત મુજબ કોઠારીયા ગામમાં રણુજા મંદિર પાસે રહેતાં કંચનબેન નરસીભાઇ બાવળીયા (ઉ.વ.૪૮) ગઇકાલે સ્‍વાતિ પાર્કમાં પારકા ઘરના કામ કરવા ગયા હતાં ત્‍યાં વાસણ સફાઇ કરતી વખતે એકાએક બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમના પતિ હયાત નથી. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી

(2:07 PM IST)