News of Friday, 15th May 2026
રાજકોટ અને ચિત્રકૂટમાં કનૈયાલાલ ભટ્ટની કથાઃ મિલાપનગર રોડ પર રવિવારથી પ્રારંભ
સર્વેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા પોથીયાત્રા-જાહેર નિમંત્રણ : ર૭ મે થી ચિત્રકૂટમાં રામચરિત જ્ઞાનગંગાઃ પ થી ૧૧ જુન રણછોડનગરમાં કથા

રાજકોટ તા. ૧પઃ બે દિવસ પછી આગામી ૧૭ મે થી પાવન પુરૂષોત્તમ અધિક માસ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આ પવિત્ર સમયમાં ધાર્મીક કથાઓ-યાત્રાઓ-પુજા-યજ્ઞો આયોજીત થઇ રહ્યા છે. રાજકોટનાં સુવિખ્યાત કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટની તા. ૧૭ થી ર૩ મે રવિવારથી શનિવાર સુધી શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર પટાંગણ, મીલાપનગર મેઇન રોડ, ઇનોવેટીવ સ્કુલ સામે, યુનિ. રોડ પર ભવ્ય-દિવ્ય ભાગવત કથા આયોજીત થયેલ છે.
કથાનો સમય બપોરે ૩ થી ૭ રહેશે. રોજ ઝાંખીના દર્શન સાથે પ્રસંગોની ભવ્ય ઉજવણી જશે.
તા. ર૭ મે થી ૧-જુન સુધી તિર્થભુમી ચિત્રકુટમાં મહામંડલેશ્વરો વચ્ચે હિન્દીમાં ‘‘મનીષી રામચરિત'' વિષય પર રામકથા થઇ રહી છે. ગુજરાતભરમાંથી ઘણાં ભાવિકો કથા શ્રવણ માટે જઇ રહ્યા છે. તા. પ થી ૧૧ જુન દરમ્યાન રાજકોટના સામાકાંઠે રણછોડનગર સોસાયટી, શેરી નં. ર માં આવેલા શ્રી ઇશ્વરીયા હનુમાનજી મંદિર મહોત્સવ સમિતી દ્વારા આયોજીત આ કથામાં ૩ રસ્તાઓ પેક કરી, સંપૂર્ણ વોટરપ્રુફ મંડપમાં દિવ્ય શણગાર અનેક ઝાંખીઓથી સુશોભીત ઉત્સાહપુર્વક આયોજન થઇ રહ્યું છે. કથાનો સમય બપોરે ૩ થી ૭ રહેશે.
ઉપરોકત ત્રણેય કથાઓનું "KATHAKAR KANAIYALAL BHATT" યુટયુબ ચેનલ ઉપર લાઇવ પ્રસારણ થશે. સર્વે ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા સ્નેહસભર નિમંત્રણ છે. આગામી જુલાઇ માસમાં ઓસ્ટ્રેલીયા-ન્યુઝીલેન્ડમાં શાસ્ત્રીજીની કથાઓ આયોજીત થયેલ છે. સંપર્કઃ ૯૮૭૯પ ૮૮૮પ૮ રાજકોટ.
(11:39 AM IST)










