<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સોરઠીયા પ્‍લોટના કમલેશભાઇ ઝેરી દવા પી ગયાઃ વ્‍યાજખોરી કારણભુત?

રાજકોટ તા. ૨૯: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્‍લોટ-૩માં રહેતાં કમલેશભાઇ રામજીભાઇ ખીમસુરીયા (ઉ.વ.૪૦) નામના યુવાને રાતે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. કમલેશભાઇ છુટક મજૂરી કરે છે. તે ચાર ભાઇમાં ત્રીજા છે. તેણે જણાવ્‍યું હતું કે મેં દોઢ વર્ષ પહેલા અશ્વીન નામના શખ્‍સ પાસેથી રૂા. ૪૫ હજાર વ્‍યાજે લીધા હતાં.

જેનું દર મહિને પાંચ હજાર વ્‍યાજ ભરતો આવ્‍યો છે. આ મહિને વ્‍યાજ ચુકવી ન શકતાં ગઇકાલે બપોરે તેણે આવી ઝઘડો કર્યો હતો અને પોતે રાતે દારૂ પીને આવીને માર મારશે તેમ કહી જતો રહ્યો હતો. રાતે પોતે ઘરે હોઇ ફરી ઉઘરાણી થશે અને મારકુટ થશે તેવુ લાગતાં ડરીને ઝેરી દવા પી લીધી હતી. ખરેખર શું હકિકત છે? તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:10 PM IST)