News of Wednesday, 22nd April 2026
ગ્રીનલેન્ડ ચોકડી શિવનગરમાં કાળુભાઇ સિંધવએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી
સોની બજારમાં નકલંક ટી સ્ટોલ નામે ચાનો થડો ચલાવતાં હતાં

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં અને સોની બજારમાં નકલંક ટી સ્ટોલ નામે ચાનો સ્ટોલ રાખી ગુજરાન ચલાવતાં યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવનગરમાં રહેતાં કાળુભાઇ મછાભાઇ સિંધવ-ભરવાડ (ઉ.વ.૪૨) નામના યુવાને સવારે છતના હુકમાં ચુંદડી બાંધકી ગળાફાંસો ખાઇ લેતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનારા કાળુભાઇ ચાર ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે સોની બજારમાં નકલંક ટી સ્ટોલ નામે વેપાર કરતાં હતાં. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.
(3:48 PM IST)










