તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
હરિપર પાળની જ્યોત્સનાબેને ઘરેથી નીકળી જઇ ઝેર પીધું
પતિ રોજબરોજ હેરાન કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૭: તાલુકાના હરિપર પાળ ગામે રહેતી જ્યોત્સનાબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.૪૦) નામની મહિલાએ ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ હરિપર પાળના પાટીયાથી હરિપર જવાના રસ્તા પર જાહેરમાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી. જ્યોત્સનાબેનને સંતાનમાં પાંચ દિકરી અને એક દિકરો છે. પતિ રિક્ષા હંકારે છે. તેણીના કહેવા મુજબ રોજબરોજ પતિ દારૂ પી મારકુટ કરી હેરાન કરતો હોઇ કંટાળી જતાં ઘરેથી લાદી સાફ કરવાનું પ્રવાહી લઇને નીકળી ગઇ હતી અને તે રોડ પર પી લીધુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(10:57 AM IST)










