તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
કોઠારીયા રોડ પર અક્ષય વાટીકામાં જ્યોતિબેનને પાડોશીએ માર માર્યો
પાણીની નળી બાબતે થયેલી બોલાચાલી કારણભુત

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ નાયરાના પંપ પાસે અક્ષય વ ાટીકાં રહેતી જ્યોતિબેન આશિષભાઇ રેણુકા (ઉ.વ.૨૪)ને રાતે પાડોશી રાજુભાઇ, અલ્પેશભાઇ સહિતે ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
જ્યોતિબેનના કહેવા મુજબ તેના પતિ કંપનીમાં નોકરી કરે છે અને જીઆરડીમાં પણ ફરજ બજાવે છે. પોતે બાજુમાં રહેતાં પાડોશીને ત્યાંથી પાણી ભરતાં હોઇ ગઇકાલે પોતાની પાણીની નળી નળમાં જ ભરાવેલી હાલતમાં ભુલાઇ ગઇ હોઇ આ બાબતે પાડોશી મહિલાએ બોલાચાલી કરી હતી. બાદમાં આ વાતે રાજુભાઇ સહિતે પોતાના પરિવારના મહિલાઓનું ઉપરાણું લઇ ઝઘડો કરી ધોકાથી માર માર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(2:10 PM IST)










