તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
રાજકોટ રૂરલ એલસીબીમાં પી.આઇ. તરીકે જે.પી. રાવની નિયુકતી
ગોંડલ બી. ડીવીઝનમાં પી.આઇ. જી.એસ. ગઢવીને મુકાયા

રાજકોટ તા.૭: જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે રાજકોટ રૂરલ ક્રાઇમબ્રાંચમાં ખાલી પડેલ પી.આઇ.ની જગ્યા પર ગોંડલ બી.ડીવીઝનમાં ફરજ બજાવતા જે.પી. રાવની નિયુકતી કરી છે.
રૂરલ ક્રાઇમબ્રાંચના પી.આઇ. વિજય ઓડેદરાની આઇ.બી.માં બદલી થતા તેઓને છુટા કરાતા આ ખાલી પડેલ જગ્યા ઉપર પી.આઇ. જે.પી. રાવની નિમણુંક કરાય છે. જયારે ગોંડલ બી. ડીવીઝનમાં લીવ રીઝર્વ જી.એસ.ગઢવીને નિમણુંક અપાઇ છે.
રૂરલ એલસીબીમાં નિયુકત થયેલ પી.આઇ. જે.પી. રાવે રાજકોટ જીલ્લામાં અગાઉ ગોંડલ તાલુકા, વિંછીયા અને છેલ્લે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રશંસનીય ફરજ બજાવી છે.(
(2:33 PM IST)










