News of Thursday, 14th May 2026
હિમાચલની ૧૪૦૦૦ ફુટની ઉંચાઇ પર તિરંગો લહેરાવી દેશભક્તિ પ્રદર્શિત કરતો રાજકોટનો આનંદ વિઠ્ઠલાણી

રાજકોટ તા. ૧૪ : પヘમિ ગુજરાત વિજ કંપનીમાં ફરજ બજાવતા રાજકોટના યુવા ટ્રેકર આનંદ દીલીપભાઇ વિઠ્ઠલાણીએ તાજેતરમાં હિમાચલ પ્રદેશના ભૃગુ લેક ટ્રેક સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. બુર્ઝ ખલીફા કરતા પણ પ ગણી વધુ ઉંચાઇ ધરાવતી આ ટ્રેકની ૧૪૦૦૦ ફુટ ઉંચાઇ પર આનંદે તિરંગો લહેરાવી રાષ્ટ્રના ગૌરવને નવી ઉંચાઇ અપાઇ હતી.
ઉલ્લેખનીય છે કે આટલી ઉંચાઇ પર ઓકસીજન ઓુ અને તાપમાન પણ માઇનસ ૧૪ અંશ સેલ્સીયસ હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ આનંદ વિઠ્ઠલાણીએ આન બાન ભેર તિરંગો લહેરાવી સલામી આપી હતી.
આ ટ્રેક બે દિવસ અને બે રાત્રીનો હોય છે. આ સાહસરૂપ સિધ્ધી બદલ આનંદ દિલીપભાઇ વિઠ્ઠલાણી (મો.૯૭૨૪૯ ૯૯૯૯૬)ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:38 AM IST)










