તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે જીતુભાઇ વાઘાણી સહિતના હોદેદારોએ પુષ્પાંજલી અર્પણ કરી
ભારતને આઝાદી અપાવવા સરદાર વલ્લભભાઈ પટેલએ દેશને એકજુથ કરવા માટે ૫૬૨ દેશી રજવાડાનું એકીકરણ કરવામાં ખૂબ જ અગત્યની ભુમિકા યાદ કરવામાં આવેલ

રાજકોટઃ ભારતને આઝાદી અપાવવામાં જેમની મુખ્ય ભુમિકા રહેલ છે તેવા લોખંડી પુરૂષ તથા સરદારનું બિરૂદ પ્રાપ્ત થયેલ છે તેવા પ્રભાવશાળી નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧-મી જન્મજયંતિ નિમિતે તેઓની બહુમાળીભવન ચોક, રેસકોર્ષ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ તથા શહેર ભાજપનાં હોદેદારશ્રીઓ દ્વારા મસ્તક નમન કરવામાં આવેલ. ભારતને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલએ દેશને એકજુથ કરવા માટે ૫૬૨ દેશી રજવાડાનું એકીકરણ કરવામાં ખૂબ જ અગત્યની ભુમિકાને યાદ કરવામાં આવેલ. ૩૧-મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે માન. કેબિનેટ મંત્રી અને રાજકોટ પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ડો. નેહલ શુક્લ, પૂર્વ સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી મનીષ ભટ્ટ, કોર્પોરેટર સંગઠનના હોદ્દેદારે તથા અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
(2:49 PM IST)










