<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

જીતુ વાઘાણીએ ગાંઠિયાનો ઘાણવો કાઢતા ચર્ચાનો તાવડો મંડાયો

રાજકોટ સવારના ફાફડા વણેલા ગાઠિયા માટે જાણતુ છે. આજે એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલા પ્રભારી મંત્રી શ્રી જીતુ વાઘાણીએ કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં કોઇની ફરસાણની દુકાને (થોડીવાર) ગાઠિયા તળેલા અને પછી મરચા-સંભારા સાથે આરોગેલા મંત્રીએ ઘાણવો કાઢતા ચર્ચાનો તાવડો તપી ગયો હતો. ગાંધીનગરમાં કોણ શું ખાય? તે અલગ મુદો છે પણ રાજકોટમાં મંત્રીએ ગાઠિયા બનાવ્‍યા અને ખાધા પણ ખરા! ગાઠિયા સાથે મરચા અને સંભારો હતા મંત્રી સાથે ઉદય કાનગડ, નેહલ શુકલ, માધવ દવે વગેરે હતા. ધારાસભ્‍યએ મોબાઇલ ફોનમાં આ દૃશ્‍યને કેદ કરેલ. ‘ઉકળતા' તેલના છાંટા ન ઉડે એટલુ ધારાસભ્‍યએ  અંતર રાખ્‍યુ હતું. મેયરની નજર ખાનારાઓ પર છે. માધવ દવેએ રાબેતા મુજબ જે થતુ હોય તે ‘જોયા' રાખવાનો અભિગમ અપનાવ્‍યો છે.

(3:31 PM IST)