<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

રિક્ષાચાલક પ્રવિણભાઇ ચોૈહાણને મકાનનો હપ્‍તો લેવા સેટેલાઇટ ચોકમાં બોલાવી જીજ્ઞેશે છરીના છ ઘા ઝીંક્‍યા

પ્રોૈઢે મકાન વેંચ્‍યું હોઇ તેની બાકી નીકળતી રકમમાંથી જીજ્ઞેશને દર મહિને ૮-૮ હજાર ચુકવવાના હતાં: ફોન કરી બોલાવ્‍યા બાદ ‘આ હપ્‍તા પતી જાય પછી તને રહેવા નહિ દઉં' કહી તૂટી પડયો

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર રહેતાં બ્રહ્માણી પાર્કમાં રહેતાં રિક્ષાચાલક પર તેમણે જેને મકાન વેંચ્‍યું એ શખ્‍સે પૈસાની લેતીદેતી મામલે ઝઘડો કરી સેટેલાઇટ ચોકમાં છરીથી હુમલો કરી પગ અને હાથમાં છ જેટલા ઘા મારી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે દાખલ થયા છે. હુમલો કરીને આ શખ્‍સે ધમકી પણ દીધી હતી.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક બ્રહ્માણી પાર્ક-૨માં રાજ ટાવર પાસે સુરેશભાઇ રાજપૂતના મકાનમાં ભાડેથી રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં પ્રવિણભાઇ નરસિંહભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી સેટેલાઇટ ચોકમાં રાજ ટાવર રેસીડેન્‍સી ત્રીજા માળે-૩૦૩માં રહેતાં જીજ્ઞેશ નારણભાઇ ગલચર (ઉ.વ.૪૧) વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પ્રવિણભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે ચાર સંતાન છે. મારા પત્‍નિ કેન્‍સરની બિમારીને લીધે અવસાન પામ્‍યા છે. આજથી આશરે ચારેક વર્ષ પહેલાં મોરબી રોડ સેટેલાઈટ ચોક જુની રંગોલી બેકરીની સામે રાજ ટાવર બિલ્‍ડીંગમાં ત્રીજા માળે મકાન નંબર ૩૦૩ વાળો ફ્‌લેટ મેં મારા પત્‍નિના નામે ખરીદ કરેલ હતો. આ ફલેટ બે વર્ષ પહેલા જીજ્ઞેશ ગલચરને મેં રૂપિયા ૧૩,૨૫,૦૦૦માં વેંચ્‍યો છે. જેમાંથી રૂ.૧૧,૮૧૦૦૦ રોકડા આપેલ અને રૂપિયા ૧,૪૪૦૦૦ આપવાના બાકી હોઇ જે બાદમાં આપી દેશે તેવું જણાવતા આ મકાનનો દસ્‍તાવેજ જીગ્નેશભાઈના નામે કરી આપેલ હતો. ત્‍યાર બાદ બાકીના રૂપિયા ૧,૪૪૦૦૦ જીગ્નેશભાઈ પાસે અવાર-નવાર માગવા છતાં આપતા ન હોઇ જેથી મેં તેને કટકે કટકે આપવાનું કહેલ બાદ બાકી રહેલ રકમમાંથી મને રૂપિયા ૪૦,૦૦૦ રોકડા આપ્‍યા હતાં.

એ પછી બાકીની રકમ દર મહિને ૮-૮ હજારના હપ્‍તેથી આપશે તેવુ કહ્યું હતું. પરંતુ પાંચ હપ્‍તા આપ્‍યા બાદ બાકીની રકમ હજુ આપી નથી. દરમિયાન શુક્રવારે હું મારા દિકરાના મિત્રને ત્‍યાં ગ્રીનલેન્‍ડ ચોકડીએ માતાજીનો માંડવો હોઇ ત્‍યાં દર્શન કરવા ગયો હતો. ત્‍યારે જીજ્ઞેશે મને ફોન કરી ક્‍યાં છો? તેમ પુછીને કહેલું કે-હું મકાનના બાકીના હપ્‍તા લઇને આવ્‍યો છું, તમે સેટેલાઇટ ચોક ખોડીયાર પાન ખાતે આવીને લઇ જાવ તેમ કહેતાં હું ત્‍યાં ગયો હતો.

આથી જીજ્ઞેશે મને રૂા. ૮ હજાર આપ્‍યા હતાં. બાદમાં તેણે મને કહેલું કે-આ હપ્‍ તા પુરા થાય પછી તને હું રહેવા નહિ દઉં. તેમ કહી ઝઘડો કર્યો હતો. અચાનક જ તેણે નેફામાંથી છરી કાઢી હુમલો કરી ડબાા પગે, હાથમાં પાંચ-છ ઘા મારી દીધા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં જીજ્ઞેશ ભાગી ગયો હતો. તેમ વધુમાં પ્રવિણભાઇએ કહેતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:32 PM IST)