News of Friday, 17th April 2026
કુવાડવા ચોકડીએથી બેભાન મળેલા જયેશભાઇ સુરાણીનું મોત
વાલીવારસ હોય તો કુવાડવા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૭: શહેરના કુવાડવા રોડ પરની ચોકડી પાસેથી ગઇકાલે આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ બિમારી સબબ અર્ધબેભાન જેવી હાલતમાં મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે તે વખતે પુછતાછમાં પોતાનું નામ જયેશભાઇ ગોરધનભાઇ સુરાણી (ઉ.વ.૫૦) જણાવ્યું હતું. સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
(3:15 PM IST)










