<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

અયોધ્‍યા ચોકમાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે જાવીદ નાઇને ઝડપી લેવાયો

ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, મુકેશભાઇ સબાડની બાતમીથી પીએસઆઇ વી. ડી. રાવલીયા અને ટીમની કાર્યવાહીઃ ૧.૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો

રાજકોટ તા. ૧૭: વિદેશી દારૂની વધુ એક હેરફેર ક્રાઇમ બ્રાંચની ટીમે અટકાવી હતી. અયોધ્‍યા ચોકમાંથી ભગવતીપરાના એક શખ્‍સને રિક્ષામાં વિદેશી દારૂના જથ્‍થા સાથે પકડી લઇ કુલ ૧ લાખ ૭ હજારનો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

જાણવા મળ્‍યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી અને મુકેશભાઇ સબાડને બાતમી મળી હતી કે બેડી ચોકડીથી વિદેશી દારૂ ભરીને એક રિક્ષા માધાપર ચોકડીથી અયોધ્‍યા ચોક તરફ જઇ રહી છે. આ બાતમીને આધારે વોચ રાખતાં જીજે૦૩બીયુ-૫૮૯૮ નંબરની એક રિક્ષા નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં અંદરથી રૂા. ૬૭૨૦૦ના રોયલ સ્‍ટેગ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૩૩૨ ચપલા મળી આવ્‍યા હતાં.

ચાલકની પુછતાછ કરતાં પોતાનું ના જાવીદ રફીકભાઇ નાઇ (ઉ.વ.૨૩-રહે. સદ્દગુરૂ પાર્ક સોસાયટી-૬, ભગવતીપરા) જણાવ્‍યું હતું. પોલીસે દારૂનો જથ્‍થો, રિક્ષા મળી ૧,૦૭,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા, રવિભાઇ, મુકેશભાઇ, જીલુભાઇ, તોૈફિકભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(4:04 PM IST)