તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
જન્માષ્ટમી - માવતર - પ્રથમ - મથુરા નંદ - નવમી - માવતર - દ્વિતિય - ગોકુલ
જન્માષ્ટમી અને નંદ નવમી

કંસ દ્વારા બહેન દેવકીજીને વિદાય સાથે જાન વિદાય પણ ખરી જ. આજ સમયે આકાશવાણી થઈ. તારી આ બહેનનું આઠમું સંતાન તને મારી નાખશે. કંસે પણ તરત જ વળતો જવાબ આપ્યો, દેવકીને જ અત્યારે મારી નાખું છું પછી આઠેય આવશે નહિ, પછી મરવા/મારવાનો પ્રશ્ન રહેતો નથી. બનેવી વસુદેવે કહ્યું કે એમ કરવું શકય જ નથી. આ આકાશવાણી છે સમયસર પધારેલા નારદજીએ પણ સ્વીકાર્યુ કે આઠ પુત્રો થવા દેવા પડે. આ દેવવાણી છે મિથ્યા થાય નહિ. ફરી પ્રશ્ન થયો કે આઠમું મારે તો તે પહેલાના સાત મોટા ભાઈને શું મોટા થવા દેવાના ? આ સાત મોટા થાય અને થયા પછી શું ? નારદજીએ કહ્યું કે આ સાતને મોટા થવાની તક જ ના અપાય. આઠમું આપણને મારવા જન્મે પહેલા સાતને જન્મતા જ મારી નાખવાના સાત મોટાને મોટા કરવાની જવાબદારી આપણે શું કામ માથે લેવી અને કંસ રાજા આપને આ સાત નવજાતને મારી નાખવાની ‘હથરોટી' પણ ફાવી જાય ?
નારદજીની સમજાવટ શૈલી તો સૌ જાણે જ છે. આ આઠેય સંભવિતના પિતાશ્રી વસુદેવ દુઃખી તો ખૂબ થયા પણ બે બાબતથી સમજી ગયા કે આ આકાશવાણીથી સગા બેન-બનેવી આઠ આઠ સંતાનને જન્મ આપે, તુરત જ નવજાતને વસુદેવ પોતાના સાળા કંસને સોંપે અને મામા કંસ વસુદેવની ઉપસ્થિતિમાં આઠ-આઠ ભાણેજોને મારે અને આ જોયે રાખવું. પત્નિને આ આયોજન સ્વીકારવા સંમત કરવા પડે. આટલા મોટા અતિ ઘાતકીપણા અને ક્રુરતાથી બનવાના આ ભાવિ છતાં આકાશવાણી દ્વારા નિヘતિ આ કાર્યક્રમને શું સમજવો ? વસુદેવ જેવા રાજકિય નિષ્ણાંત, પ્રધાન અધિકારી, આ કર્મબંધન જૂના કેવા કયાં પરસ્પર બંધાયા હશે ? આ બધાને તો કયાં કાંઈ અગાઉથી આઠમા અવતારની પુર્ણ પરસોતમ શ્રી કળષ્ણ અવતારની જાણ-માહિતી કે ગંધ પણ ન હતી અને સાથે વસુદેવ ગહન વિચારવા લાગ્યા કે જો એમ જ હોય તો આ ઈશ્વરનો અવતાર બસ, સાવ એમને એમજ મોજ ખાતર થતો નથી. નારદઋષિના આગમનથી અને રાજા કંસને મારી નાખવાના હેતુથી કળષ્ણ અવતાર થવાનો છે તેની ઘણા સમય અગાઉથી, સંકળાયેલા વ્યક્તિઓને સ્પષ્ટ જાણ કરી દેવાના હેતુથી ‘આકાશવાણી' નિમિત્ત બનાવી. આ એક બાબત તો સમજાણી. તે વખતે રાજાઓ વચ્ચે મલ્લ યુધ્ધો, હાથીના યુધ્ધો, ચોપાટ જુગાર રમતો રમવા રાજાઓ એકબીજાને નિમંત્રણ આપતા, સ્પર્ધા, રમતો ખેલતા. આ એક મોજ શોખની પરંપરાઓ હતી. (દા.ત. શકુનીમામા અને યુધિષ્ઠિર).
જરા સંઘ નામે અસુર બળવાન રાજા હતો. સત્તા રાજય વિસ્તળતીકરણના હેતુથી નીકળેલો મથુરાના છેવાડે થોડા વિશ્રામ માટે રોકાયેલો હતો. ત્યાં બાજુમાં તે રાજાનો એક દારૂ પીધેલો કે પીવડાવેલ હાથી તોફાને ચડ્યો, નાસભાગ થઇ ગઇ. અહિં હાજર રહેવા કંસે હાથીને પુંછથી ઉપાડી ગોળ ગોળ ફેરવીને પછાડી દીધો. જરાસંઘ તો કંસની તાકાત પર આફ્રિન થઇ ગયો. રાજકુમાર કંસને બોલાવી, જરાસંઘની પોતાની બન્ને પુત્રીઓ ‘‘અસ્તિ'' અને‘‘પ્રાપ્તિ‘‘ એક શરત સાથે પરણવાની દરખાસ્ત મુકી. શરત એ હતી કે માતા પિતાને, રાજસિંહાસન પરથી છુટ્ટા કરી, રાજય સંચાલન કંસે રાજા બની સંભાળવું. કંસે શરતો કબુલ રાખી. પિતાશ્રી ઉગ્રસેનને માતાને કેદમાં પુરી રાજય ધુરા સંભાળી. અસ્તિ-પ્રાપ્તિ સાથે લગ્ન કર્યા. અસુર જરાસંઘને સસરા બનાવ્યા. વસુદેવ પિતા રાજા ઉગ્રસેનના મંત્રી મંડળમાં પ્રધાનમંત્રી હોંશિયાર વસુદેવ હતા. આવી રાજકીય સ્થિતિમાં પુર્વમંત્રી ‘‘વસુદેવ''નો સાથ મળતો રહે તેટલા માટે સગા કાકાની દિકરી બહેન દેવકીને પરણાવી - બનેવી વસુદેવ, કંસે સંભાળેલ રાજવહિવટમાં સતત મદદરૂપ મંત્રી થાય અને હવે તો બનેવી થતાં નિヘતિ થઈને રાજ સંભાળી સસરા જરાસંઘના ગ્રુપ જૂથમાં પણ વટ પાડી શકાય તે માટેની ‘દેવકી-વસુદેવ'ના લગ્ન પ્રસંગની યોજના અને વ્યવસ્થા કંસે પોતે જ સંભાળી હતી. હવે આવી ગોઠવણની વાતનો હેતુ સમજાય છે. છતાં દેવકીજીનું આઠમું જ શા માટે ? એકથી સાત વચ્ચેનો કોઈ અન્ય ક્રમ કેમ નહિં? વાત લાંબી છે પણ ટૂંકમાં કંસને સાત બીજા મોટા ભાઈઓ હતા. એક પ્રસંગ નિમિત્ત બનાવી કંસે ઓધવજીને રથ લઈ ભાઈઓને તેડવા મોકલ્યો. કળષ્ણ અને બલરામ બંને ભાઈઓ આમંત્રણ સ્વીકારી મામાને મળવા (મારવા) ગયા. મથુરા ગયા પણ ખરા.
મામા તે કંસને મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા
મામાને માત્ર અને માત્ર સાવ સગા ભાણેજ શ્રી કળષ્ણએ માર્યા. કંસના બાકીના સાતે સાત ભાઈઓને માત્ર ને માત્ર બલરામજીએ એકલા હાથે જ પુરા કર્યા. દેવકીજીનાં સાત સાળી સાત ભાઈઓને માર્યા હિસાબ પુરો. આજે પણ ગોપાલક સમાજમાં મોટા ભાઈ - નાના ભાઈવાળા પરિવારો જોવા મળે છે. જય કનૈયાલાલ કી....
ડૉ. રતુભાઈ એલ. શીંગાળા
રાજકોટ
ફોન - ૦ર૮૧-ર૪૭૯૭૦૦
(2:12 PM IST)










