<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ઓનલાઈન ગેમીંગમાં ૩ લાખ હારી જતા જમ્‍મુ કાશ્‍મીરના વાહિદે રાજકોટમાં ચિલઝડપ કરી'તી

રાજકોટમાં મહિલા મુસાફરના ગળામાંથી ચાલુ ટ્રેને ચેઈન ખેંચવાનો ભેદ રેલ્‍વે પોલીસે ઉકેલ્‍યો : પી.આઈ.એચ.એમ. રાણાની ટીમને સફળતાઃ પી.એસ.આઈ.કે.યુ. વાળા ડી.એન.જોષી તથા આર.પી.એફ.ના પ્રિયંકાબેન દુબેની બાતમી

તસ્‍વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે રેલ્‍વે પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા.૧૪: રેલવે જંકશન સ્‍ટેશન પર દિલ્‍હીના મહિલા મુસાફરના ગળામાંથી ચાલુ ટ્રેને ચેઇન તોચિંગની ઘટનાનો ભેદ ઉકેલવામાં રેલવે પોલીસને સફળતા મળી છે. પીઆઈ એચ.એમ. રાણાની રાહબરીમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં જમ્‍મુ - કાશ્‍મીરના બારામુલ્લાના વતની એવા વાહિદ નામના શખ્‍સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી રૂ. ૩૯,૦૦૦ની સોનાની ચેઇન અને મોબાઈલ સહિત કુલ રૂ. ૪૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગત તા.૨૮/૦૩/૨૦૨૬ના રોજ દ્વારકા પ્રવાસે જઈ રહેલા દિલ્‍હીના કરુણાનિધિબેન વા.ઓ. રાકેશસિંઘના ગળામાંથી ચેઇન તોચિંગનો બનાવ બન્‍યો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ પヘમિ રેલવે-અમદાવાદના એસપી યશપાલ જગાણીયા અને ઇન્‍ચાર્જ એડી. ડીજીપી કે.એન. ડામોરની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. પીએસઆઈ કે.યુ. વાળા, પીએસઆઈ ડી.એન. જોષી, સર્વેલન્‍સ ટીમ, એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસ તેજ કરી હતી. નેત્રમ પ્રોજેક્‍ટના સીસીટીવી અને ટેકનિકલ સ્‍ટાફના પો.કોન્‍સ. પ્રદીપભાઈ તથા એએસઆઈ પ્રવિણભાઈના સતત પ્રયત્‍નોથી આરોપી રિક્ષામાં બેસી મેટોડા જીઆઈડીસી તરફથી આવ્‍યો હોવાનું ખુલ્‍યું હતું.

આરોપી મુદસીર ઉર્ફે વાહિદ અહેમદ મીર (ઉં.વ.૨૬, રહે. સ્‍વામિનારાયણ ફ્‌લેટ, રાજકોટ, મૂળ બારામુલ્લા જમ્‍મુ કાશ્‍મીર) રૂખડિયાપરા તરફ ફરી કોઈ ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમી પીએસઆઈ કે.યુ. વાળા, ડી.એન. જોષી અને આરપીએફના પો.કોન્‍સ. પ્રિયંકાબેન દુબેને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્‍યો હતો. આરોપી ૨૦૧૯થી લગ્નની સીઝનમાં રાજકોટ આવી કેટરિંગનું કામ કરતો હતો, પરંતુ ઓનલાઇન ગેમિંગમાં ૩ લાખ રૂપિયા હારી જતા તેણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

આ કામગીરી રાજકોટ રેલવે પોલીસના પીઆઈ એચ.એમ. રાણા, પીએસઆઈ કે.યુ. વાળા, પીએસઆઈ ડી.એન. જોષી, એએસઆઈ પ્રવીણભાઈ નથુભાઈ, હેડ કોન્‍સ. સંતોષભાઈ ભીખુભાઈ, જયવીરસિંહ વનરાજસિંહ, મેહુલભાઈ ધીરુભાઈ, દિવ્‍યરાજસિંહ કિશોરસિંહ, યોગીરાજસિંહ ફતેહસિંહ અને જીતેન્‍દ્રસિંહ ગજેન્‍દ્રસિંહ જોડાયા હતા. તેમજ ટેકનિકલ સ્‍ટાફના પ્રદીપભાઈ પ્રતાપભાઈ અને આરપીએફના હેડ કોન્‍સ. સુખદેવભાઈ બાબુભાઈ, પો.કોન્‍સ. પ્રિયંકાબેન દુબે તથા જીતેન્‍દ્રભાઈ પુંદિર દ્વારા કરવામાં આવી હતી

(2:19 PM IST)