News of Monday, 16th November 2026
વોર્ડ નં.૯માં રઘુવંશી સમાજ દ્વારા સતત ૨૨માં વર્ષે જલારામ જંયતિની ભવ્ય ઉજવણી
પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બાજુના ગ્રાઉન્ડ ખાતે આયોજન સાંજે આરતી અને મહાપ્રસાદ

રાજકોટઃ તા.૧૬: ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ'ના જીવનમંત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દેશ-વિદેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સોમવાર, તા. ૧૬ નવેમ્બરના રોજ જલારામ જયંતી નિમિેતે વોર્ડ નં. ૯માં મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. રઘુવંશી સમાજ દ્વારા વોર્ડ નં. ૯માં છેલ્લા ૨૨ વર્ષથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આલાપ ગ્રીન સિટીની સામે, શ્રી પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે.પત્રકાર જગદીશભાઈ મહેતાના હસ્તે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૭:૧૫ વાગ્યાથી ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે રઘુવંશી સમાજના શાંતુભાઈ રૂપારેલિયા, હસુભાઈ ચંદારાણા, રાજુભાઈ જટાણિયા, બિપીનભાઈ ઉનડકટ, ગિરીશભાઈ લાલ, કિશોરભાઈ જસાણી, કનુભાઈ હિંડોચા, પિન્ટુભાઈ કટારિયા અને મહેશભાઈ કટારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા બલરામભાઈ કારિયા, રાજુભાઈ તન્ના, અશોકભાઈ લાખાણી, મનોજભાઈ ખાખરિયા, ધવલ નથવાણી, દેવાંગ નથવાણી, મિતેશભાઈ લાલ, નટુભાઈ હિંડોચા, વિપુલ કારિયા, સાવન કટારિયા, જયેશભાઈ પોપટ, યોગેશભાઈ સેજપાલ, પ્રતિક જટાણિયા, આશિષ ખાખરિયા, યશ રાયચૂરા, રવિ રાયચૂરા, રાજુભાઈ રાયચૂરા, રાજેશભાઈ ઠકરાર, કિરણભાઈ કકડ, હરિભાઈ સોમૈયા, રવિભાઈ પોપટ, મનીષભાઈ પાબારી, મેહુલભાઈ તન્ના, ક્રિષી તન્ના, હિતેષભાઈ સોમૈયા, રાજ સોમૈયા, ભાવિનભાઈ ઘેલાણી, મયૂરભાઈ સોમૈયા અને હિરેનભાઈ કારિયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:32 PM IST)










