News of Saturday, 18th April 2026
જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોમવારથી ગ્રીનફિલ્ડ મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ : કુલ ૧૨ ટીમો ભાગ લેશે

રાજકોટ તા. ૧૮ : જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન દ્વારા જૈન ખેલાડીઓ માટે તા. ૨૦ થી ૨૬ સુધી આઇપીએલ ફોર્મેટમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે.
ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ, આદર્શ મારબલ ગ્રાઉન્ડ, જામનગર હાઇવે, રાજકોટ ખાતે દરરોજ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૨ સુધી રમાનાર આ ટુર્નામાં દરરોજ કુલ પ મેચો રમાશે. કુલ ૧૨ ટીમો મળીને ૧૫૦થી વધુ જૈન ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
જુદી જુદી ટીમોમાં ગેમ સીંગર્સના કેપ્ટન હાર્દીક કોઠારી, ટોકો ટાઇટનના કેપ્ટન જયદીપ વોરા, ફાયર બર્ડસ ટીમના માનસ રૂપાણી, બીગ બુલના સાગર હપાણી, જૈનમના ધૈર્ય પારેખ, એન્ડોમેડાના મીકીલ વોરા, ક્રકેટ લવર્સના ઉમંગ ગોસલીયા અને ઇએસએસ-૧૧ના નીલ કામદાર ભાગ લેશે.
દરેક ટીમ માટે ૪ લીગ મેચ અને ત્યારબાદ કવાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને રોમાંચક ફાઇનલ મેચ રમાશે.
સેમી ફાઇનલ અને ફાઇનલનો જંગ તા.૨૬ના સાંજે પ કલાકથી યોજાશે. ત્યાર બાદ ફાઇનલ સેરેમની યોજાશે.
માત્ર જૈન ખેલાડીઓ માટે જ મર્યાદીત આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશનના હાર્દીક કોઠારી, માનસ રૂપાણી, સાગર હપાણી, ચિંતન મહેતા, ધૈય પારેખ, ઋષભ કોઠારી, પ્રતિક ગાંધી, ચિરાગ મહેતા, કેયુર ગાંધી, ધવલ ગાંધી, મીકીલ વોરા, હિત અવલાણી, રવિ શેઠ, હિમાલય મીઠાણી, ઉમંગ ગોસલીયા, જયદીપ વોરા જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જૈન સ્પોર્ટ ઓરગેનાઇઝેશન ટીમના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:58 PM IST)










