<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ખોડીયારનગરના જગદીશ ભોજકને પીઆઇટી હેઠળ ભુજ જેલમાં ધકેલાયો

અગાઉ માદક પદાર્થના ગુનામાં પકડાયો હતો આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૨: અગાઉ માદક પદાર્થના ગુનામાં પકડાયેલા શખ્‍સો સામે પીઆઇટી હેઠળ દરખાસ્‍ત કરી તેને જેલમાં ધકેલવાની વધુ એક કાર્યવાહી થઇ છે. જેમાં આજી વસાહત ક્ષત્રીય સમાજની વાડી પાસે ખોડિયારનગર-૩૩માં રહેતાં જગદીશ ભુપતભાઇ ભોજક (ઉ.વ.૨૫)ને પીઆઇટી એનડીપીએસ હેઠળ ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો છે.

અગાઉ માદક પદાર્થના ગુનામાં પકડાયા હોય તેવા શખ્‍સો ફરીથી આવા ગુના ન આચરે તે માટે પીઆઇટી હેઠળ તેની સામે પોલીસ પગલા લેતી હોય છે. આવા જ એક શખ્‍સ જગદીશ ભોજકને પીઆઇટી હેઠળ જેલમાં મોકલવાની દરખાસ્‍ત પોલીસ કમિશરન બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં આજીડેમ પોલીસે તૈયાર કરી ગાંધનીગર સીઆઇડી કઇમના અધિક પોલીસ મહાનિર્દેશકને મોકલી હતી. તેમણે આ દરખાસ્‍ત મંજુર કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી જગદીશને ભુજ જેલમાં ધકેલ્‍યો છે.

(3:44 PM IST)