<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અર્જુન જવેલર્સ ઉપર ITનો સર્વે

મવડી વિસ્‍તારના ટોચના જવેલર્સ ગ્રુપ ઉપર તપાસથી ફફડાટ

રાજકોટ, તા. ૧૪: ર૦રપ-ર૬ ના વિદાય બાદ નવા નાણાકીય વર્ષમાં આજે પ્રથમ આવકવેરા વિભાગે મવડી પ્‍લોટ વિસ્‍તારના અર્જુન જવેલર્સ ઉપર તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ટોચના અર્જુન જવેલર્સમાં આવકવેરા વિભાગની ઇન્‍ટેલિજન્‍સ એન્‍ડ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ દ્વારા સર્વે હાથ ધરાતા જવેલર્સ વર્તુળમાં ફફડાટ વ્‍યાપ્‍યો છે.

રાજકોટમાં નવા નાણાકીય વર્ષમાં પ્રથમ જવેલર્સ ગ્રુપ ઉપર તપાસ હાથ ધરાઇ છે ખરીદ-વેચાણ તેમજ સ્‍ટોક અંગે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

(3:38 PM IST)