તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 15th October 2026
ઘૂમતો ઘૂમતો જાય.... આજ માનો ગરબો ઘૂમતો જાયઃ ધોળકિયા સ્કૂલમાં ગરબાની રમઝટ

રાજકોટઃ જગજનની આદ્યશક્તિ.... મા જગદંબાનું અલૌકિક સ્વરૂપના દર્શન ચાચર ચોકની ધોળકિયા સ્કૂલ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં થઈ રહ્યા છે. નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા માતાજીના પૂજન સાથે બાળાઓ ગરબે ઘૂમી હતી. મા આદ્યશક્તિની આરાધના કોઈપણ ફંડ કે ફાળા વગર ફક્ત ઘોળકિયા સ્કૂલ્સના સ્વખર્ચે કરે છે. બાળાઓના ડ્રેસ તથા શણગાર તથા અન્ય ખર્ચની સંપૂર્ણ જવાબદારી ધોળકિયા સ્કૂલ્સના ટ્રસ્ટી ઓ ઉઠાવી રહ્યા છે.સાજ-શણગારથી સજાવેલો મંચ અને લાઈવ ઓરકેસ્ટ્રા ટીમ સાથે પ્રસ્તુત ગરબાઓ માણવાનો લ્હાવો ખરેખર અદભૂત છે. ધોળકિયા સ્કૂલ પ્રાચીન નવરાત્રીમાં વીંઝણારાસ, ત્રીશુલ રાસ, તલવાર રાસ, મન મોર બની થનગાટ કરે, ચોટીલે ડાકલા અને મોગલ છેડતો કાળો નાગ જેવા ગરબાની રમઝટ માણી લોકો ભાવવિભોર બન્યા હતા.આ કાર્યક્રમને માણવા માટે ભારતીય જનતા પાર્ટિ ગુજરાત પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ગોંડલ રાજવી પરિવારના શ્રી કુમાર સાહેબ, શ્રી જ્યોતિર્મયસિંહજી હવામહેલ - ગોંડલ, વી.વી.પી. કોલેજમાં પ્રિન્સીપાલ પ્રોફેસર, ડો. પિયુષ વણઝારા, કેપ્ટન જયદેવ જોશી પૂર્વસત્ય અધિકારી પધાર્યા હતા. ઉપરાંત પધારેલા અન્ય મહેમાનો,બાળાઓના અદભૂત ગરબારાસ ને માણ્યો હતો અને બિરદાવ્યો હતો.
(2:18 PM IST)










