તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
મતદાર યાદીમાં ‘નામ' ઉમેરવુ બાકી છે? : યુવા મતદાર નોંધણી કામગીરી શરૂઃ ૪ રવિવાર બૂથ ઉપર ખાસ ઝુંબેશ
કોલેજો-સ્કૂલોમાં ખાસ કાર્યક્રમઃ બૂથ ઉપર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી તમામ ફોર્મ ભરી શકાશે...

રાજકોટ, તા.૨: ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થઈ હોય, તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારી દ્વારા સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ મતદારયાદીમાં નોંધણી કરાવવાથી બાકી રહી ગયેલા તમામ પાત્ર નાગરિકો તથા ૧૮-૧૯ વર્ષના યુવા/પ્રથમ વખતના મતદારોના નામની નોંધણી કરવાનો છે.
આ ખાસ ઝુંબેશ અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભા મતવિભાગોમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યુવા મતદાર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુવા અને પ્રથમ વખતના મતદારોમાં મતદાર નોંધણી અંગે જાગળતિ લાવવા માટે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ‘સ્વીપ' (Systematic Voters' Education and Electoral Participation) અંતર્ગત વિવિધ પ્રવળત્તિઓ યોજાશે.
નોંધનીય છે કે, નાગરિકોની સરળતા માટે ઓક્ટોબર અને નવેમ્બર માસના રવિવાર એટલે કે તા. ૧૧-૧૦-૨૬, ૧૮-૧૦-૨૬, ૨૫-૧૦-૨૬ અને ૦૧-૧૧-૨૬ના રોજ મતદાન મથકો ખાતે ‘ખાસ ઝુંબેશના દિવસો'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૦ કલાકથી સાંજે ૫ કલાક સુધી ડેઝીગ્નેટેડ ઓફિસર્સ અને બુથ લેવલ અધિકારીઓ દરેક મતદાન મથક પર હક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારશે. આ સમગ્ર ઝુંબેશ સુચારુ રીતે સંપન્ન થાય, તે માટે સુપરવાઈઝરો અને ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથકોની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે
(3:38 PM IST)










